ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમવાની છે. BCCI એ 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં hjl ફર્યા છે, જ્યારે 8 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. 

આ 8 ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ હતા. પરંતુ તેમને અફઘાનિસ્તાન સામે બહાર કરવામાં આવ્યા છે.

આ 8 ખેલાડીઓ ટીમમાંથી થયા બહાર

ઝિમ્બાબ્વે સામેની ભારતીય ટીમમાં આ 8 યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સિનિયર ખેલાડીઓ અફઘાનિસ્તાન સામેની મેચમાં પરત ફર્યા હોવાથી BCCI એ 8 યુવા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા છે. આ 8 ખેલાડીઓમાં ફાસ્ટ બોલર મયંક યાદવ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર અને અશોક શર્માનો સમાવેશ થાય છે, જ્યારે ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે અને હર્ષ દુબેને પણ બહાર રાખવામાં આવ્યા છે. 

વિકેટકીપર-બેટ્સમેન પ્રભસિમરન સિંહ અને વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને પણ બહાર રાખવામાં આવ્યા છે. રિંકુ સિંહનો સમાવેશ આશ્ચર્યજનક છે, કારણ કે તે ભારતીય T20 ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. પરંતુ અફઘાનિસ્તાન સામેની આગામી T20 સિરીઝ માટે તેને બહાર રાખવામાં આવ્યો હતો.

આ ખેલાડીઓ પરત ફર્યા

ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20I સિરીઝ માટે ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ખેલાડીઓ ઘાયલ થયા હતા. પરંતુ આ ખેલાડીઓ અફઘાનિસ્તાન સામે પરત ફર્યા છે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પરત ફર્યા છે. સ્પિન બોલર અક્ષર પાટે અને વરુણ ચક્રવર્તી પણ પરત ફર્યા છે. સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિરીઝ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે

અફઘાનિસ્તાન પહેલી વાર ભારતીય ભૂમિ પર ટીમ ઈન્ડિયા સામે યજમાન રાષ્ટ્ર તરીકે રમશે, કારણ કે આ સિરીઝ માટે અફઘાનિસ્તાન પાસે યજમાન અધિકારો છે. પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે, બીજી અને ત્રીજી મેચ 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. બધી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ભારત વિ અફઘાનિસ્તાન T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshiની બોલિંગ એક્શન પર યુવરાજની ફની કોમેન્ટ, કહ્યું- 'મારી એક્શન સાથે...'