15 વર્ષનો ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હાલમાં 2026 દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે. તેને ઈસ્ટ ઝોનનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નોર્થ ઈસ્ટ ઝોન સામેની ટૂર્નામેન્ટની પહેલી મેચમાં વૈભવે બેટથી ખાસ કંઈ કર્યું ન હતું, પરંતુ તેને બોલથી બેસ્ટ પ્રદર્શન કર્યું હતું, 2 વિકેટ લીધી હતી. તેની બોલિંગ એક્શન ધીમે ધીમે ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ વૈભવની બોલિંગ પર ફની કોમેન્ટ કરી છે.
યુવીએ વૈભવની એક્શનને પોતાના કરતા સારી ગણાવી. પોતાના યુગના બેસ્ટ ઓલરાઉન્ડરોમાંથી એક ગણાતા યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર વૈભવની એક્શન પર કોમેન્ટ કરી. તેને લખ્યું છે કે "તે મારા એક્શન કરતા સારી છે." તેને તેના પછી હસતા ઈમોજી સાથે લખ્યું. રાજસ્થાન રોયલ્સે યુવી અને વૈભવની એક્શનના ફોટા સાથે આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરી.
વૈભવે 3 ઓવરમાં 2 વિકેટ લીધી
તમને જણાવી દઈએ કે વૈભવે મેચમાં ફક્ત 3 ઓવર ફેંકી હતી, જેમાં તેને ફક્ત 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. વિકેટ લીધા પછી, વૈભવે પોતાને વિકેટ લેનાર બોલર પણ ગણાવ્યો હતો. વૈભવે ખુલાસો કર્યો હતો કે કેપ્ટન ઈશાન કિશન તેને બોલ આપવામાં ખચકાટ અનુભવતો હતો.
https://twitter.com/rajasthanroyals/status/2094404285689901423
વૈભવ સૂર્યવંશી સેમીફાઈનલમાં બેટથી ચમક્યો
દુલીપ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઈ રહી છે. વૈભવે ઈસ્ટ ઝોન માટે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી, જેમાં 81 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. અહીં ફરી એકવાર તે સદીથી દૂર રહ્યો. વૈભવ અગાઉ સદીની નજીક આવ્યા પછી ઘણી વખત આઉટ થઈ ચૂક્યો છે.
વૈભવ સૂર્યવંશીનું ફર્સ્ટ-ક્લાસ કરિયર
વૈભવના ફર્સ્ટ-ક્લાસ કરિયર પર નજર કરીએ તો તેને અત્યાર સુધીમાં 9 મેચ રમી છે. તે દુલીપ ટ્રોફી સેમીફાઈનલમાં તેની 10મી મેચ રમી રહ્યો છે. 13 ઈનિંગમાં બેટિંગ કરતા વૈભવે 215 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 93 છે.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન