T20 Cricket Record: વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ક્રિકેટમાં એવો ઇતિહાસ રચ્યો છે, જે આજ સુધી દુનિયાનો કોઈ ખેલાડી કરી શક્યો નથી. પોતાની આક્રમક બેટિંગ અને ઘાતક બોલિંગ માટે જાણીતા રસેલે T20 ક્રિકેટમાં 10,000 રન અને 500 વિકેટનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે આ બંને સિદ્ધિ મેળવનારો દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. હાલમાં રસેલ નેપાળ પ્રીમિયર લીગ 2026માં વિરાટનગર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તેની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી, પરંતુ રસેલે પોતાની વ્યક્તિગત સિદ્ધિથી ક્રિકેટ જગતમાં મોટી ચર્ચા જગાવી છે. રસેલે અગાઉ જ T20 ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી લીધી હતી. હવે 10,000 રનનો આંકડો પાર કરીને તેણે અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે.
T20 ક્રિકેટમાં 10,000 રન અને 500 વિકેટ મેળવનારો પ્રથમ ખેલાડી
આન્દ્રે રસેલની ગણતરી T20 ક્રિકેટના સૌથી ખતરનાક ઓલરાઉન્ડરોમાં થાય છે. તે મેદાનમાં ઉતરે ત્યારે લાંબી સિક્સર ફટકારવાની સાથે બોલિંગમાં પણ વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે.હવે રસેલે T20 ક્રિકેટમાં 10,000 રન અને 500 વિકેટ બંને સિદ્ધિઓ મેળવીને ઇતિહાસ રચ્યો છે. તે T20 ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન બનાવનારો 21મો ખેલાડી બન્યો છે. જોકે, આટલા રન અને 500થી વધુ વિકેટ બંને મેળવનારો તે પ્રથમ ખેલાડી છે.આ સિદ્ધિ રસેલની ઓલરાઉન્ડ ક્ષમતાનો પુરાવો છે. દુનિયાભરની અલગ-અલગ T20 લીગમાં રમવાનો અનુભવ પણ તેની સફળતામાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે.
