ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટિંગ કોચ માઇકલ હસી ફરી એકવાર નવી ભૂમિકામાં જોવા મળશે. IPLમાં લાંબા સમય સુધી CSK સાથે જોડાયેલા રહેલા હસીને હવે પોતાની જ રાષ્ટ્રીય ટીમ ઓસ્ટ્રેલિયામાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 6 નવેમ્બરે જાહેરાત કરી હતી કે હસી 2027ની એશિઝ સિરીઝ અને વનડે વર્લ્ડ કપ માટે કન્સલ્ટન્ટ કોચ તરીકે કામ કરશે. આ ઉપરાંત 2028ના T20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે પણ તેઓ ઓસ્ટ્રેલિયન ટીમના T20 સલાહકાર રહેશે.
CSK છોડ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં નવી જવાબદારી
માઇકલ હસી લાંબા સમયથી IPLની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા હતા.તેઓ ટીમના બેટિંગ કોચ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. જોકે, CSKના કોચિંગ સ્ટાફમાં થયેલા ફેરફારો બાદ હવે હસીની નવી ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે શરૂ થઈ રહી છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમને કન્સલ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.આ ભૂમિકામાં તેઓ મુખ્ય કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડ અને અન્ય કોચિંગ સ્ટાફ સાથે મળીને ખેલાડીઓની બેટિંગ સુધારવા અને મોટી ટુર્નામેન્ટ માટે ટીમને તૈયાર કરવામાં મદદ કરશે.
2027 વર્લ્ડ કપ અને એશિઝ માટે કરશે ખાસ કામ
માઇકલ હસીની સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી 2027માં યોજાનારી એશિઝ સિરીઝ અને વનડે વર્લ્ડ કપની તૈયારી રહેશે.એશિઝમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે.જ્યારે વનડે વર્લ્ડ કપમાં પણ ટીમને મજબૂત દાવેદાર બનાવવાની જવાબદારી કોચિંગ સ્ટાફની રહેશે.હસીનો અનુભવ આ બંને મોટા પડકારોમાં ઓસ્ટ્રેલિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.ખાસ કરીને બેટિંગમાં ટેકનિક, દબાણની પરિસ્થિતિમાં રમવાની ક્ષમતા અને મેચની સ્થિતિ પ્રમાણે રણનીતિ બનાવવામાં તેઓ ખેલાડીઓને માર્ગદર્શન આપશે.
2028 T20 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સમાં પણ રહેશે ભૂમિકા
હસીની જવાબદારી માત્ર ટેસ્ટ અને વનડે ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. તેમને ઓસ્ટ્રેલિયન T20 ટીમના સલાહકાર પણ બનાવવામાં આવ્યા છે.2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ થવાનો છે.આ ઉપરાંત એ જ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે.આ બંને મોટી સ્પર્ધાઓ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયાર કરવામાં હસી માર્ગદર્શન આપશે.તેમની જવાબદારીમાં ખેલાડીઓની પસંદગી માટે માર્ગદર્શન, હરીફ ટીમોનું વિશ્લેષણ અને T20 ફોર્મેટની રણનીતિ બનાવવામાં મદદનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો - IND vs NZ 2nd ODI : બીજી વન-ડે પર વરસાદનું સંકટ! મેચ ધોવાશે કે મળશે ક્રિકેટનો રોમાંચ?