એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું. સ્મૃતિએ 45 બોલમાં 79 રનની તોફાની ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સમાં 12 બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો, જેમાં સાત સિક્સર સામેલ હતી. ફાઈનલ દરમિયાન મંધાનાનો શરૂઆતથી જ આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે તે મોટા શોટ્સ રમતા પહેલા ક્રિઝ પર થોડો સમય લેતી હોય છે, પરંતુ શ્રીલંકા સામે તેણે ખૂબ જ ઝડપથી રન બનાવ્યા હતા.
શરૂઆતથી જ આક્રમક અંદાજ
સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઓવરમાં જ 'ઓફ-સાઇડ' પર બે ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્રીજી ઓવરમાં બે સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેણે સુગંધિકા કુમારીના બોલિંગમાં સતત બે સિક્સર ફટકારી હતી. ચોથી ઓવરમાં તેણે મિતાલી અયોધ્યાના બોલ પર એક શાનદાર સિક્સર ફટકારી અને પાંચમી ઓવરમાં ચમારી અથાપથુના બોલ પર વધુ એક સિક્સર ફટકારી. આઠમી ઓવરમાં ચમુદી પ્રબોધનીના બોલ પર એક સિક્સર ફટકારીને તેણે કુલ પાંચ સિક્સરનો આંકડો પૂરો કર્યો. મંધાનાએ ત્યારબાદ ચમુદીના બોલ પર વધુ એક સિક્સર ફટકારી અને કાવ્યા સામે પણ ગગનચુંબી સિક્સર ફટકારી કુલ 7 સિક્સર પુરી કરી હતી. તેની આ વિસ્ફોટક ઇનિંગ્સના જોરે ભારતે 20 ઓવરમાં 216 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.
