ભારતીય ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સ 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે.મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની બાકીની T20I સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યા છે.તેમના એશિયન ગેમ્સમાં રમવા અંગે પણ અનિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તાજા અહેવાલો અનુસાર હવે એશિયન ગેમ્સની ટીમમાં વરુણના સ્થાને દિલ્હી કેપિટલ્સના સ્પિનર વિપ્રજ નિગમને સામેલ કરવામાં આવ્યો છે. 

ફઘાનિસ્તાન સામેની મેચ બાદ ઈજા

વરુણ ચક્રવર્તીએ અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી હતી.જોકે, મેચ બાદ તેમને સાઇડ સ્ટ્રેનની ફરિયાદ થઈ હતી અને સ્કેન બાદ ઈજાની પુષ્ટિ થઈ હતી.ત્યારબાદ તેમને અફઘાનિસ્તાન સામેની બાકીની મેચોમાંથી બહાર કરવામાં આવ્યા હતા.વરુણ આ પહેલાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો સામનો કરી ચૂક્યા હતા અને ત્યારબાદ તેમણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પુનર્વસન કર્યું હતું.અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં તેમણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો હતો,પરંતુ વાપસી બાદ ફરી ઈજા થઈ છે. 

હવે વિપ્રજ નિગમને તક

વરુણની જગ્યાએ વિપ્રજ નિગમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.21 વર્ષીય વિપ્રજ નિગમ લેગ-સ્પિન બોલિંગની સાથે આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેઓ IPLમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને અત્યાર સુધી લીગમાં 19 મેચમાં 13 વિકેટ ઝડપી ચૂક્યા છે. તેમની IPL બેટિંગ સ્ટ્રાઇક રેટ પણ લગભગ 176ની રહી છે. વિપ્રજ તાજેતરમાં ઈન્ડિયા-Aની વનડે ટીમમાં પણ પસંદ થયો છે. BCCIની 9 સપ્ટેમ્બરની જાહેરાત મુજબ તેઓ ઓસ્ટ્રેલિયા-A સામેની ઘરઆંગણે રમાનારી ઈન્ડિયા-A વનડે સિરીઝની ટીમનો ભાગ છે.

https://x.com/CricCrazyJohns/status/2100138736663343156?s=20

ક્રુણાલ પંડ્યાનું નામ પણ ચર્ચામાં હતું

વરુણના સ્થાને ટીમમાં કોણ આવશે તેને લઈને અગાઉ કેટલાક નામોની ચર્ચા હતી. તેમાં ક્રુણાલ પંડ્યાનું નામ પણ સામે આવ્યું હતું. જોકે, હવે ઉપલબ્ધ અહેવાલો મુજબ વિપ્રજ નિગમને તક આપવામાં આવી છે. 

ભારતની એશિયન ગેમ્સ ટીમમાં ફેરફાર

BCCIએ અગાઉ જાહેર કરેલી એશિયન ગેમ્સની ટીમમાં વરુણ ચક્રવર્તી સામેલ હતા. સપ્ટેમ્બર 10ની BCCIની સત્તાવાર જાહેરાતમાં વરુણ સહિતની ટીમ જાહેર કરવામાં આવી હતી. એ સમયે હર્ષિત રાણાના સ્થાને યશ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.હવે વરુણની ઈજા બાદ ટીમમાં વધુ એક ફેરફાર થવાની સ્થિતિ સર્જાઈ છે. વિપ્રજ નિગમ માટે આ ભારતીય ટીમ સાથે જોડાવાની મહત્વની તક બની શકે છે.

આ પણ વાંચો - County Cricketમાં આકિબ નબીએ મચાવી ધૂમ,10 ઓવરમાં 4 વિકેટ લીધી