ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટને સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કેલ ફોર્મેટ માનવામાં આવે છે. વિશ્વભરમાં T20 ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતાને કારણે ટીમો હવે ટેસ્ટ ક્રિકેટને ઓછું મહત્વ આપે છે. પરંતુ આગામી વર્ષ માટે ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ ખૂબ જ આશ્ચર્યજનક છે. 

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આગામી વર્ષ દરમિયાન ઓગસ્ટ 2026 થી ઓગસ્ટ 2027 દરમિયાન 20 ટેસ્ટ મેચ રમશે, જેમાં ભારત સામેની 5 મેચનો પણ સમાવેશ થાય છે.  

માર્ચ 2027માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે એક ખાસ ટેસ્ટ મેચ 

ઓસ્ટ્રેલિયાની ટીમ માર્ચ 2027માં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. આ મેચ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે તે ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠ નિમિત્તે યોજાશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠનું સેલિબ્રેશન કરશે.

ઓસ્ટ્રેલિયાનું આગામી વર્ષનું શેડ્યૂલ

બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ (ઘરઆંગણે)

સાઉથ આફ્રિકા સામે 3 ટેસ્ટ મેચ (સાઉથ આફ્રિકા ખાતે)

ન્યુઝીલેન્ડ સામે 4 ટેસ્ટ મેચ (ઘરઆંગણે)

ભારત સામે 5 ટેસ્ટ મેચ (ભારત ખાતે)

ઇંગ્લેન્ડ સામે 1 ટેસ્ટ મેચ (ઘરઆંગણે)

ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ (ઈંગ્લેન્ડ ખાતે)

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારત સામે 5 ટેસ્ટ મેચ 

જાન્યુઆરી 2027માં ઓસ્ટ્રેલિયન ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત આવશે. આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે ભારતીય પરિસ્થિતિઓમાં 5 ટેસ્ટ મેચ રમવી ઓસ્ટ્રેલિયન ટીમ માટે સરળ રહેશે નહીં. લાંબા સમય પછી પહેલી વાર એવું બનશે કે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન