ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક યુવા ક્રિકેટ મેચ આવતા મહિને શરૂ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે તેની અંડર-19 પુરુષ ટીમની જાહેરાત કરી છે. આ 16 ખેલાડીઓની ટીમ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારતના એક મહિનાના પ્રવાસ પર જશે, જેમાં ભારતીય અંડર-19 ટીમ સામે વનડે અને ચાર દિવસીય મેચ રમશે.આ પ્રવાસને ઓસ્ટ્રેલિયાના ઉભરતા સ્ટાર્સ માટે એક મોટી તૈયારી તરીકે જોવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયએ યુવા ખેલાડીની પસંદગી કરાઇ 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની યુવા રાષ્ટ્રીય પસંદગી પેનલે આ ટીમની પસંદગી કરી છે. દેશભરના છ રાજ્યોના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ક્વીન્સલેન્ડમાં સૌથી વધુ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ન્યુ સાઉથ વેલ્સમાંથી ચાર, વિક્ટોરિયામાંથી ત્રણ, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાંથી બે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાંથી બે અને તાસ્માનિયાનો એક ખેલાડીનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાન, ઓસ્ટ્રેલિયન ટીમ 13 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન રાજકોટ અને અમદાવાદમાં ભારતીય અંડર-૧૯ ટીમ સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. ઉપખંડની પડકારજનક પરિસ્થિતિઓમાં રમવાનો આ અનુભવ યુવા ખેલાડીઓની ટેકનિકલ કુશળતા અને માનસિક શક્તિની મોટી કસોટી માનવામાં આવે છે.

ટીમ નીલ્સનની કોચ તરીકે નિમણૂક

ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર ટીમ નીલ્સનને ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમ નીલ્સન લાંબા સમયથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના યુવા વિકાસ કાર્યક્રમનો ભાગ રહ્યા છે અને હાલમાં ડાર્વિનમાં બાંગ્લાદેશ સામે રમી રહેલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI ટીમનું સંચાલન કરી રહ્યા છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય વિકાસ વડા સોન્યા થોમ્પસનએ જણાવ્યું હતું કે આ પ્રવાસ ખેલાડીઓની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ભારત જેવી પડકારજનક પરિસ્થિતિઓમાં મજબૂત વિરોધી ટીમ સામે રમવાથી ખેલાડીઓને તમામ ફોર્મેટમાં પોતાની જાતને ચકાસવાની અને તેમની રમત સુધારવાની ઉત્તમ તક મળશે. તેમણે ટીમ નીલ્સનની નિમણૂકનું સ્વાગત કરતાં કહ્યું કે તેમનો અનુભવ યુવા ખેલાડીઓ માટે ખૂબ ફાયદાકારક રહેશે.

https://x.com/CricketNSW/status/2084051668271059005?s=20


ટીમમાં પેટ્રિક સુલિવાનનો પણ સમાવેશ

વિક્ટોરિયાના જેક ચોજનેક, જેકબ પીટ્ઝ અને પેટ્રિક સુલિવાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સમાં વિલ બાયરામ, બ્લેક કેટલ, નીલ પટેલ અને કેસી બાર્ટનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, હેડન બાર્બ્યુલોવિક અને કોનર ગ્રેગરી દક્ષિણ ઓસ્ટ્રેલિયાના છે, જેડ હોલિક અને મેથ્યુ લોફ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના છે, જ્યારે એલી બ્રેઈન, સ્પેન્સર ગ્રીન, ચાર્લી હેન્ડરસન, થિયો સિંગોસ અને થોમસ વાસિયો ક્વીન્સલેન્ડની ટીમનો ભાગ છે.

ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ:

કેસી બાર્ટન, હેડન બાર્બ્યુલોવિક, એલી બ્રેઈન, વિલ બાયરામ, બ્લેક કેટલ, જેક ચોજનેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, જેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ અને થોમસ વાસિયો.

આ પણ વાંચો - CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને લઈને મોટું અપડેટ, મેનેજમેન્ટ IPL 2027ની કરી રહ્યું છે તૈયારી