ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2027 ટ્રોફી જીતવાનું લક્ષ્ય રાખી રહી છે. IPL 2026ના અંત પછી ટીમ મેનેજમેન્ટે આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગને દૂર કરવામાં આવ્યા છે. 

ટીમ મેનેજમેન્ટ હવે કેટલીક ખામીઓને દૂર કરવા માટે ટ્રેડ ડીલનો આશરો લઈ રહ્યું છે. આ દરમિયાન ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અંગે એક મોટી અપડેટ સામે આવી છે, જેને ફેન્સને ખુશ કર્યા છે. 

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને લઈને અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂંક સમયમાં એક ફિટનેસ કેમ્પ યોજશે, જેમાં ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ હાજરી આપશે. ગાયકવાડ દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરવાનો છે. આ ટુર્નામેન્ટ પૂર્ણ થયા પછી ઋતુરાજ ગાયકવાડ CSK કેમ્પમાં જોડાશે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્રેન્ચાઈઝ આ કેમ્પ પછી ટ્રેડેડ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ તૈયાર કરશે. 

https://twitter.com/CricCrazyJohns/status/2083913573277761818

હાલમાં આ કેમ્પમાં વિદેશી ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. ઈજાને કારણે આયુષ મ્હાત્રે પણ આ કેમ્પનો ભાગ બને તેવી અપેક્ષા નથી. પરંતુ ફ્રેન્ચાઈઝ ઈચ્છે છે કે બધા ભારતીય ખેલાડીઓ આ કેમ્પનો ભાગ બને જેથી ટીમ ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે. 

ઋતુરાજ ગાયકવાડ દબાણમાં રહેશે 

IPL 2026 દરમિયાન ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન અને ખેલાડી બંને ભૂમિકાઓમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો, જેના કારણે વ્યાપક ટીકા થઈ છે. ઋતુરાજ ગાયકવાડને હવે સ્થાનિક ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે જેથી ફ્રેન્ચાઈઝી તેમને કેપ્ટન તરીકે બીજી સીઝન ઓફર કરી શકે. 

IPL 2027માં ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન તરીકે સફળ થવા માગશે. પરંતુ તેનાથી પણ વધુ, તે બેટ્સમેન તરીકે યોગદાન આપવા માગશે જેથી તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે.

આ પણ વાંચો: Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે