પાકિસ્તાની ક્રિકેટના ભવિષ્યની આગાહી કોઈ કરી શકતું નથી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ફરી એકવાર પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસીન નકવીએ બાબર આઝમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
બાબર આઝમને હવે ફરીથી કેપ્ટનશીપ સોંપવામાં આવશે
તમને જણાવી દઈએ કે બાબર આઝમને ફક્ત એક જ ફોર્મેટમાં ફરીથી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાબર ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદનું સ્થાન લેશે તેવા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ પીસીબી દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શાન મસૂદને 2023માં બાબર આઝમ પાસેથી કેપ્ટનશીપ છીનવી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું હતું. તેથી બાબરને હવે ફરીથી કેપ્ટનશીપ સોંપવામાં આવશે.
શાન મસૂદની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને કુલ 16 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી પાકિસ્તાન 12 મેચ હારી ગયું હતું. બાંગ્લાદેશે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી શાન મસૂદને કેપ્ટનશીપ પરથી હટાવવાની માગ કરવામા આવી હતી.
બાબર આઝમ ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન રહી ચૂક્યો છે
તમને જણાવી દઈએ કે 2019 ના ODI વર્લ્ડકપ પછી બાબર આઝમને ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે લાંબા સમય સુધી બધા ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન રહ્યો છે. પરંતુ 2023ના ODI વર્લ્ડકપ પછી બાબર પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી.
થોડા સમય પછી તેને ફરીથી કેપ્ટનશીપ આપવામાં આવી હતી, અને પછી ફરીથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. હવે બાબરને ફરી એકવાર ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?