ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20Iમાં ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે બીજી ઓવરમાં 2 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચેની ગેરસમજથી ભારતને મોટો ઝટકો લાગ્યો.

બંને બેટ્સમેન પોતાના રનનું સંકલન કરી શક્યા નહીં. ઈશાન કિશન રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો. સ્ટમ્પ માઈકે બંને ખેલાડીઓ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

અભિષેકને ઈશાન કિશન પર ગુસ્સો આવ્યો

રનઆઉટ પછી ઈશાન કિશને અભિષેક શર્માને પૂછ્યું કે "તું કેમ દોડ્યો નહીં? મારો કોલ હતો ને?" અભિષેકે નારાજગી સાથે જવાબ આપ્યો કે "તું શું કરી રહ્યો છે, યાર? તારે પહેલા બોલ જવા દેવો જોઈતો હતો. તને શું લાગે છે? આઉટ છે કે નોટ આઉટ?" ઈશાને જવાબ આપ્યો કે "આ નજીક લાગે છે," પરંતુ થર્ડ એમ્પાયરે તેને રનઆઉટ જાહેર કર્યો, જેના કારણે તેને પેવેલિયન પરત ફરવાની ફરજ પડી. ઈશાન અને અભિષેક શર્મા વચ્ચેની આ ઉગ્ર બોલાચાલી સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગઈ.

https://twitter.com/StarSportsIndia/status/2072379988712755236

ભારતીય કેપ્ટને ટોસ જીત્યો

ભારતીય ટીમે બીજી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પોતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. હવે ટીમની ઈનિંગ સંભાળવાની મોટી જવાબદારી મિડલ ઓર્ડરના બેટ્સમેન પર આવી ગઈ છે. આ પહેલા ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસન ઈનિંગની શરૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ તેઓ પહેલી વિકેટ માટે ફક્ત 6 રન જ બનાવી શક્યા હતા. સંજુ બીજી ઓવરમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે જ ઓવરમાં ઈશાન કિશન રન આઉટ થયો હતો. ઈશાન કિશન પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. 

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, લ્યુક વુડ.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા