છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ ઈન્ટરનેશનલ અને સ્થાનિક બંને ફોર્મેટમાંથી વહેલા નિવૃત્તિ લેતા જોવા મળ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ વિદેશમાં T20 લીગમાં સરળતાથી પ્રવેશ છે.
હવે BCCI એ ભારતીય ક્રિકેટરો માટે રિટાયરમેન્ટ પોલિસી બનાવવાનું લગભગ નક્કી કરી લીધું છે, જેથી ખેલાડીઓ આ નીતિને ધ્યાનમાં રાખીને તેમના નિવૃત્તિના નિર્ણયો લઈ શકે.
વિજય શંકર સહિત ઘણા ખેલાડીઓ વિદેશી લીગ તરફ વળ્યા
BCCI નીતિ હેઠળ ભારતીય ખેલાડીઓ ઈન્ટરનેશનલ અને સ્થાનિક ફોર્મેટ તેમજ IPL માંથી નિવૃત્તિ જાહેર ન કરે ત્યાં સુધી તેમને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી. પરંતુ ઘણા ખેલાડીઓ એવા છે જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી ગેરહાજર હોવા છતાં, IPLમાં પણ રમ્યા નથી. તાજેતરમાં જ એક નામ વિજય શંકરનું છે, જેને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી લંકા પ્રીમિયર લીગની આગામી સીઝનમાં કેન્ડી રોયલ્સ તરફથી રમવાનું નક્કી કર્યું.
વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત, જેને ફક્ત 32 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, તેઓ પણ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. આ પહેલા યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ અને દિનેશ કાર્તિક પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આવું કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં રિટાયરમેન્ટ પોલિસી પર ચર્ચા થવાની અપેક્ષા છે, જે હાલમાં એક્ટિવ ભારતીય ક્રિકેટરો પછી ભલે તે ઈન્ટરનેશનલ, સ્થાનિક અથવા IPL ખેલાડીઓ હોય, તેમને વિદેશી લીગમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરે છે.
બીસીસીઆઈ ફીજી અને માલદીવને મદદ કરશે
બીસીસીઆઈએ ફિજી અને માલદીવને તેમના દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવાનો નિર્ણય લીધો છે. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈએ આ બંને દેશોમાં કોચ મોકલવાનો અને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો. માલદીવ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ફીજીએ બીસીસીઆઈની સહાયની વિનંતી કરી હતી.
આ પહેલા ભારતીય બોર્ડે અફઘાનિસ્તાન અને નેપાળને ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી. 2019 માં બીસીસીઆઈએ ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ અભય શર્મા અને ભૂતપૂર્વ ખેલાડી સબા કરીમને માલદીવના પ્રવાસ પર મોકલ્યા હતા.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા