ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચ માટે ભારતીય સ્ક્વોડમાં ફેરફાર થયો છે. BCCI એ જાહેરાત કરીને જણાવ્યું કે ત્રીજી વનડે માટે ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ હર્ષ દુબેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચ માટે ભારતીય સ્ક્વોડમાં ફેરફાર થયો છે. BCCI એ જાહેરાત કરીને જણાવ્યું કે ત્રીજી વનડે માટે ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ હર્ષ દુબેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
સુંદરને બીજી વનડે મેચ દરમિયાન ઇજા થઈ હતી, જેના પછી તેને સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતું. જો કે સુંદરની ઇજા કેટલી ગંભીર છે, તેના પર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. હર્ષ દુબે ડાબા હાથે ઓફ-સ્પિન બોલિંગ કરે છે અને આ જ વર્ષે અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે મેચમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધી 2 વનડે મેચોમાં 4 વિકેટ ઝડપી છે.
https://x.com/BCCI/status/2078448406650110102
ભારતનું અપડેટેડ સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી , શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, હર્ષ દુબે.
ભારતીય ટીમ જ્યારે 19 જુલાઈએ લૉર્ડ્સ મેદાન પર ઉતરશે ત્યારે 22 વર્ષથી ચાલી આવતા હારના દુષ્કાળનો અંત લાવવા ઈચ્છશે. અસલમાં ભારતીય ટીમને વનડેમાં લૉર્ડ્સ મેદાન પર છેલ્લી જીત વર્ષ 2004 માં મળી હતી. આ મુકાબલામાં રોહિત શર્મા પાસેથી સારી ઇનિંગ્સની આશા હશે, જે છેલ્લી 8 વનડે ઇનિંગ્સમાં માત્ર એક ફિફ્ટી ફટકારી શક્યો છે. બીજી તરફ વિરાટ કોહલી વનડેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ 50+ સ્કોરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર એક ફિફ્ટી દૂર છે. વિરાટે અત્યાર સુધી વનડેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચૌદ વખત પચાસ કે તેથી વધુ સ્કોર કર્યો છે, જ્યારે કુમાર સંગાકારાએ 15 વખત આવું કર્યું હતું.
આ પણ વાંચો-IND vs ENG : લોર્ડ્સની પિચ પર કોણ કરશે રાજ? જાણો પિચ રિપોર્ટ