ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ જેટલા પોતાની શાનદાર રમત માટે જાણીતા છે, તેટલા જ તે વિવાદોના કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં બેન સ્ટોકસ નાઈટક્લબ વિવાદને લઈને સમાચારમાં છે. જોકે, આ વિવાદો અને ઉતાર-ચઢાવથી ભરેલી કારકિર્દી સિવાય ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર બેન સ્ટોક્સની પર્સનલ લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. ઇંગ્લેન્ડનો આ કેપ્ટન લગ્ન પહેલાં 2 બાળકોના પિતા બન્યો હતો. જાણો બેન સ્ટોક્સની રસપ્રદ લવ સ્ટોરી.
બેન સ્ટોક, ફેસબુક ફ્રેન્ડથી શરૂ થઈ લવ સ્ટોરી
બેન અને ક્લેરની પ્રેમકથા વર્ષ ૨૦૧૦ માં શરૂ થઈ હતી. એ સમયે બેન સ્ટોક્સ માત્ર એક ઉભરતા ખેલાડી હતા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્ટોક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) પર ક્લેરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને વાતચીત શરૂ કરી હતી. ધીમે-ધીમે આ ઓનલાઈન મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, વર્ષ ૨૦૧૩ માં સ્ટોક્સે ક્લેરને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને બંનેએ સગાઈ કરી લીધી.
લગ્ન પહેલા 3 બાળકોના પિતા બન્યો બેન સ્ટોક
આ લવ સ્ટોરીનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે સગાઈ પછી આ કપલ લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યું હતું અને લગ્નના બંધનમાં બંધાતા પહેલા જ તેઓ માતા-પિતા બની ચૂક્યા હતા. વર્ષ ૨૦૧૨ માં ક્લેરે તેમના પ્રથમ બાળક 'લેટન સ્ટોક્સ' ને જન્મ આપ્યો. વર્ષ ૨૦૧૪ માં તેમના ઘરે બીજા સંતાન તરીકે પુત્રી 'લિબી સ્ટોક્સ' નો જન્મ થયો.
બાળકોની હાજરીમાં બેનસ્ટોકે કર્યા લગ્ન
સગાઈના લગભગ ચાર વર્ષ બાદ, ૧૪ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ બેન અને ક્લેરે સત્તાવાર રીતે લગ્ન કર્યા. સમરસેટના પૂર્વ બ્રેન્ટમાં આવેલા 'સેન્ટ મેરી ધ વર્જિન ચર્ચ' માં પરંપરાગત રીતિ-રિવાજ મુજબ આ લગ્ન યોજાયા હતા. આ સુંદર ક્ષણના સાક્ષી તેમના બંને બાળકો પણ બન્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારોહમાં જો રૂટ, જોસ બટલર અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી.
બેનસ્ટોકની પત્ની પોતાને કહે છે "ક્રિકેટ વિધવા"!
ક્લેર રેટક્લિફ વ્યવસાયે ભૂતપૂર્વ પ્રાઈમરી સ્કૂલ ટીચર છે. બેન સ્ટોક્સ ક્રિકેટ સીરીઝ અને ટૂરના કારણે મોટાભાગે ઘરથી બહાર રહેતા હોવાથી ક્લેર ઘણીવાર મજાકમાં પોતાને "ક્રિકેટ વિધવા" (Cricket Widow) તરીકે ઓળખાવે છે. જોકે, સ્ટોક્સ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે મોટેભાગે પોતાના પરિવારને સાથે જ રાખે છે. કોઈપણ વિવાદ હોય કે કારકિર્દીના ખરાબ ફોર્મનો સમય, ક્લેર હંમેશા બેન સ્ટોક્સની સૌથી મોટી સપોર્ટર અને પ્રેરણા બનીને રહી છે.
નાઈટ કલબ વિવાદમાં બેન સ્ટોક સપડાયો
તાજેતરમાં જ લંડનની એક નાઈટક્લબમાં રગ્બી ખેલાડી સાથે થયેલી મારામારીના વિવાદમાં તેમનું નામ ઉછળ્યું છે. 8 જૂન, 2026 ના રોજ સ્ટોક્સ અને તેના સાથી ગુસ એટકિન્સન વહેલી સવારે ચેલ્સી વિસ્તારમાં લંડન નાઈટક્લબમાં ઝઘડો કરતા ઝડપાયા. ઇંગ્લેન્ડની ન્યુઝીલેન્ડ સામેની જીતના કલાકો પછી આ ઘટના બનતા બેન સ્ટોક્સ વિવાદમાં આવ્યો. આ ઘટના બાદ બેન સ્ટોક્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિબંધને લઈને તપાસનો સામનો કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને સ્વતંત્ર ક્રિકેટ નિયમનકાર દ્વારા બેન સ્ટોક્સ સામે શિસ્ત મામલે તપાસ થઈ રહી છે.