ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં બેટિંગ રેન્કિંગમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. ઇંગ્લેન્ડના જો રૂટ અને ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને આ વખતે નુકસાન થયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને એક સ્થાનનો ફાયદો થયો છે. પાકિસ્તાનના બાબર આઝમ માટે આ રેન્કિંગ સૌથી મોટો ઝટકો સાબિત થઈ છે,કારણ કે તેઓ ટોપ-10માંથી બહાર થઈને સીધા 15મા સ્થાને પહોંચી ગયા છે.
હેરી બ્રૂકનું નંબર-1 સ્થાન યથાવત
નવી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના હેરી બ્રૂક હજુ પણ પ્રથમ સ્થાને છે.બ્રૂકના નામે હાલમાં 856 રેટિંગ પોઈન્ટ્સ છે.ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર સ્ટીવ સ્મિથને એક સ્થાનનો ફાયદો થયો છે. તેઓ 840 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે પહોંચી ગયા છે.બીજી તરફ ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટર જો રૂટને એક સ્થાનનું નુકસાન થયું છે. હવે તેઓ 820 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં રૂટનું બેટ ખાસ ચાલ્યું નહોતું.તેની સીધી અસર તેમની રેન્કિંગ પર જોવા મળી છે.
શુભમન ગિલ માટે પણ મુશ્કેલી વધી
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને પણ નવી રેન્કિંગમાં બે સ્થાનનું નુકસાન થયું છે. ગિલ હવે 709 રેટિંગ પોઈન્ટ્સ સાથે 9મા સ્થાને પહોંચી ગયા છે. તેઓ હાલમાં ટોપ-10માં છે, પરંતુ તેમની સ્થિતિ પર હવે જોખમ ઊભું થયું છે.ભારતના વિકેટકીપર બેટર ઋષભ પંત જોકે 7મા સ્થાને યથાવત છે. પંતના નામે 713 રેટિંગ પોઈન્ટ્સ છે. એટલે ગિલ અને પંત વચ્ચે હવે માત્ર 4 રેટિંગ પોઈન્ટ્સનું અંતર છે.

બાબર આઝમને સૌથી મોટો ઝટકો
પાકિસ્તાનના બાબર આઝમ માટે આ રેન્કિંગ નિરાશાજનક રહી છે. બાબર હવે ટોપ-10માંથી બહાર થઈને 15મા સ્થાને પહોંચી ગયા છે. તેમની રેટિંગ ઘટીને 679 પોઈન્ટ્સ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં સુધી બાબર ટેસ્ટ બેટિંગમાં ટોપ-10ના દાવેદારોમાં હતા, પરંતુ સતત અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકવાને કારણે તેમની રેન્કિંગમાં મોટો ઘટાડો થયો છે.પાકિસ્તાનના અન્ય બેટર સઈદ શકીલે જોકે જોરદાર છલાંગ લગાવી છે. તેમને 15 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તેઓ
ટ્રેવિસ હેડ ચોથા સ્થાને
રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ 811 રેટિંગ પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમા 5મા અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર 6મા સ્થાને છે.ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તેઓ હવે 8મા ક્રમે પહોંચી ગયા છે. આમ, નવી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં ઘણા મહત્વના ફેરફાર થયા છે અને ખાસ કરીને બાબર આઝમ તથા શુભમન ગિલની રેન્કિંગ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો- Virushka : અનુષ્કા-વિરાટ કેમ લંડન શિફ્ટ થયા? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો!