બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને બંને બાળકો સાથે લંડનમાં શિફ્ટ થઈ ચૂકી છે. આ કપલ હવે લાઈમલાઈટથી દૂર રહીને વિદેશમાં શાંતિભર્યું જીવન જીવી રહ્યું છે. આ દરમિયાન માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ વર્ષ 2025માં અનુષ્કા સાથે થયેલી એક વાતચીતને યાદ કરતાં એક્ટ્રેસ પોતાના પતિ અને બાળકો સાથે લંડન શિફ્ટ થવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે.
અનુષ્કા અને વિરાટ લંડન શા માટે શિફ્ટ થયા?
યૂટ્યુબર રણવીર અલાહાબાદિયા સાથેની વાતચીત દરમિયાન ડો. શ્રીરામ નેનેએ વિરાટ કોહલી પ્રત્યેના પોતાના સન્માન વિશે વાત કરી અને ક્રિકેટર તથા અનુષ્કા શર્મા સાથે થયેલી મુલાકાતને યાદ કરી. શ્રીરામે કહ્યું, હું તેમનું ખૂબ સન્માન કરું છું. અમે તેમને ઘણી વખત મળી ચૂક્યા છીએ. તેઓ ખરેખર એક સારા વ્યક્તિ છે.
https://www.instagram.com/p/C0vRNnBIcsc/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==
ત્યાર બાદ તેમણે અનુષ્કા સાથે થયેલી વાતચીતને યાદ કરતાં કહ્યું કે એક દિવસ અમારી અનુષ્કા સાથે વાતચીત થઈ હતી અને તે ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ હતી. તેઓ લંડન જવા વિશે વિચારી રહ્યા હતા, કારણ કે તેઓ અહીં પોતાની સફળતાનો આનંદ માણી શકતા નહોતા. અમે સમજી શકીએ છીએ કે તેમણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, કારણ કે તેઓ જે કંઈ પણ કરે છે તેના પર દરેકની નજર રહે છે. તેઓ લગભગ એકલા પડી જાય છે.
https://www.instagram.com/p/DVBL7mfDHHr/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==
પોતાના બાળકોનો નોર્મલ ઉછેર કરવા માગે છે અનુષ્કા-વિરાટ
ડો. શ્રીરામ નેનેએ જણાવ્યું કે સેલિબ્રિટી કપલ પર સતત રહેતી લોકોની નજરને કારણે રોજિંદા જીવનની સામાન્ય પળો મુશ્કેલ બની શકે છે. તેમણે કહ્યું, હું બધા સાથે સરળતાથી ભળી જાઉં છું, હું બિંદાસ છું. પરંતુ તેમ છતાં આ મુશ્કેલ બની જાય છે. હંમેશા કોઈને કોઈ સેલ્ફી લેવા માટે આવી જ જાય છે. એવું નથી કે આ ખરાબ છે, પરંતુ ક્યારેક તે દખલગીરી જેવું લાગવા લાગે છે. જેમ કે જ્યારે તમે ડિનર કે લંચ કરી રહ્યા હોવ અને ત્યારે પણ તમારે શાલીનતા જાળવી રાખવી પડે છે. મારી પત્ની માટે આ એક સમસ્યા બની જાય છે. પરંતુ અનુષ્કા અને વિરાટ ખૂબ સારા લોકો છે અને તેઓ બસ પોતાના બાળકોનો ઉછેર સામાન્ય રીતે કરવા માગે છે.
https://www.instagram.com/p/DPG-14viCQR/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==
અનુષ્કા શર્માનું વર્ક ફ્રન્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં ઈટાલીમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. 2021માં તેમની દીકરી વામિકાનો અને 2024માં દીકરા અકાયનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેઓ પોતાના બાળકો સાથે લંડન શિફ્ટ થઈ ગયા હતા. બીજી તરફ, અનુષ્કા 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદથી ફિલ્મોથી દૂર છે. તેમણે ચકદા એક્સપ્રેસનું કામ પૂરું કરી લીધું હતું, પરંતુ આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. તેમણે 2022માં પોતાની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્ઝથી પણ અલગ થઈ ગયા હતા.
આ પણ વાંચો-Hanuman Ansh પર વરસી બજરંગબલીની અસીમ કૃપા! મંગળવારે કમાણીમાં કર્યો જબરદસ્ત ધમાકો!