બાબા નીમ કરોલીની બાયોપિક તરીકે હાલમાં ફિલ્મ હનુમાન અંશ સિનેમાઘરોમાં દર્શકોની પહેલી પસંદ બની રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર એવું શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને બોલીવુડના ઈતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

મંગળવારે હનુમાન અંશ એ બદલી નાખ્યું કમાણીનું ગણિત

રિલીઝના પહેલા 2 અઠવાડિયામાં માત્ર 1 કરોડ રૂપિયાનું બિઝનેસ કરનારી હનુમાન અંશ એ કમાણીના મામલે બોક્સ ઓફિસ પર શાનદાર કમબેક કર્યું છે. ત્રીજા અઠવાડિયાથી આ ફિલ્મે બિઝનેસના મામલે જે રીતે બાજી પલટી છે, તે વીક ડેઝમાં પણ ચાલુ છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, રિલીઝના 26મા દિવસે હનુમાન અંશના બોક્સ ઓફિસ કલેક્શનમાં 54%થી વધુનો વધારો જોવા મળ્યો છે.

હનુમાન અંશની કમાણીમાં જોરદાર ઉછાળો

વર્કિંગ ડેઝના હિસાબે કોઈપણ ફિલ્મ માટે આ ખૂબ જ મોટી વૃદ્ધિ છે. આ સાથે જ ચોથા મંગળવારે હનુમાન અંશ એ 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે ગત સોમવારની સરખામણીએ 3 કરોડ રૂપિયા વધુ છે. આ સાથે હવે હનુમાન અંશનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 54.13 કરોડ રૂપિયા થઈ ગયું છે. હનુમાન અંશના બિઝનેસમાં આવેલા આ મોટા બદલાવને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. કોઈને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આખરે કોઈ ફિલ્મ આ રીતે કેવી રીતે કમબેક કરી શકે છે. પરંતુ હનુમાન અંશએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટમાં દમ હોય તો આવું કમબેક શક્ય છે.
Hanuman Ansh, Bollywood (1)

હનુમાન અંશએ કર્યો જોરદાર નફો

હનુમાન અંશનું બજેટ લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને તેની કુલ કમાણી 55 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ હિસાબે ફિલ્મે પોતાના બજેટ કરતાં 27 ગણો વધુ બિઝનેસ કરીને સૌને ચોંકાવી દીધા છે. આવનારા દિવસોમાં તેની કમાણીનો આંકડો હજુ પણ વધતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો-Sunny Deol Next Film : બંટવારા 1947 બાદ નવી ફિલ્મનું થયું એલાન, 'ઘાતક ઘુસ કે મારેગા...'થી મચશે ધમાલ