IPL 2027ના મેગા ઓક્શનને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે તમામ ફ્રેન્ચાઈઝીઓ પોતાની પ્લેઈંગ ઈલેવન અને બજેટને મજબૂત કરવા માટે મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ રેસમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સૌથી આગળ દેખાઈ રહી છે. અહેવાલો અનુસાર, ડિસેમ્બરમાં યોજાનારા ઓક્શન પહેલાં ચેન્નાઈ ટીમ તેમના એક મોંઘા ખેલાડીને રિલીઝ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે.
પ્રશાંત વીરને રિલીઝ કરી શકે છે CSK
ચેન્નાઈએ ગયા વર્ષે આઈપીએલ 2026ના ઓક્શનમાં જે બે યુવા ખેલાડીઓ પર 14.2કરોડ રૂપિયાનો જંગી દાવ લગાવ્યો હતો, તેમાંથી ઉત્તર પ્રદેશના સ્ટાર ઓલરાઉન્ડર પ્રશાંત વીરને રિલીઝ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફ કાર્તિક શર્માનું પ્રદર્શન તેની સરખામણીમાં સારું રહ્યું હતું. તેણે 11 મેચમાં 32.77ની સરેરાશથી કુલ 295 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન રહ્યો હતો. મિડલ ઓર્ડરમાં કાર્તિકે ઉપયોગી બેટિંગ કરી હતી. તેથી CSK મેનેજમેન્ટ તેને જાળવી રાખવા અંગે વિચાર કરી શકે છે. જોકે, અંતિમ નિર્ણય હજુ બાકી છે
રિલીઝ કર્યા બાદ ફરી ખરીદી શકે છે પ્રશાંત વીરને
પ્રશાંત વીરને લઈને સૌથી રસપ્રદ વાત એ છે કે CSK તેને રિલીઝ કર્યા બાદ ફરીથી ઓક્શનમાં ખરીદી શકે છે. ફ્રેન્ચાઇઝી તેને ભવિષ્યના મહત્વના ખેલાડી તરીકે જુએ છે. તેથી ટીમ મેનેજમેન્ટ ઓક્શનમાં તેને ફરી પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે.અહેવાલ અનુસાર, 16 ડિસેમ્બરે ગોવામાં IPL 2027નું ઓક્શન યોજાવાનું છે. હાલમાં CSKના પર્સમાં 2.4 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત દરેક ટીમના પર્સમાં 5 કરોડ રૂપિયા ઉમેરવામાં આવશે. એટલે કે પ્રશાંત વીરને રિલીઝ કર્યા પહેલાં CSK પાસે કુલ 7.4 કરોડ રૂપિયાનું બજેટ હશે.જો ચેન્નાઈ પ્રશાંત વીરને રિલીઝ કરે છે તો તેના પર્સમાં વધુ રકમ ઉમેરાશે. આથી ઓક્શનમાં પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડીઓ ખરીદવાની તક મળશે.
15 નવેમ્બર સુધી જાહેર થશે રિટેન્શન યાદી
IPL 2027ના ઓક્શન પહેલાં તમામ ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરવાની છે. અહેવાલો અનુસાર, 15 નવેમ્બર સુધીમાં તમામ ફ્રેન્ચાઇઝીએ કયા ખેલાડીઓને જાળવી રાખવાના છે અને કોને રિલીઝ કરવાના છે તેની માહિતી આપવાની રહેશે.આવી સ્થિતિમાં આગામી બે અઠવાડિયામાં પ્રશાંત વીરના ભવિષ્ય અંગે સ્પષ્ટતા થઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રશાંતને પોતાની સાથે જાળવી રાખશે કે રિલીઝ કરીને ફરી ઓક્શનમાં ખરીદવાનો પ્રયાસ કરશે તેના પર ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - Noor Ahmadનો જાદુ, ઝિમ્બાબ્વેનો 3-0થી સફાયો કરી અફઘાનિસ્તાને મારી બાજી!