ભારતીય તહેવારોનો રંગ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. ખાસ કરીને ક્રિકેટ જગતના અનેક વિદેશી ખેલાડીઓ ભારતીય સંસ્કૃતિ અને તહેવારો સાથે ખાસ લગાવ ધરાવે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર અને ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસનનાં નામ પણ સામેલ છે. બંને ખેલાડીઓએ દિવાળીના તહેવાર પહેલાં જ ભારતીય ચાહકોને શુભેચ્છાઓ પાઠવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
દિગ્ગજ ક્રિકેટરે દિવાળીની શુભકામનાઓ પાઠવી
ખાસ વાત એ છે કે બંને ક્રિકેટરો દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરની રાહ જોઈ શક્યા નહોતા. તેમણે 7 નવેમ્બરે જ સોશિયલ મીડિયા મારફતે ભારતીય મિત્રો અને ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમની આ પોસ્ટને ભારતીય ક્રિકેટ ચાહકો તરફથી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
https://x.com/KP24/status/2118864900529480066?a=TFiJW5kveNLNQDnOyDk&s=20
કેવિન પીટરસને ભારતીયોને પાઠવી ખાસ શુભેચ્છા
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનો ભારત સાથેનો લગાવ કોઈનાથી છુપાયેલો નથી. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકો સાથે જોડાયેલા રહે છે. આ વખતે પણ તેમણે દિવાળીના પાવન તહેવાર નિમિત્તે ભારતીય મિત્રો માટે ખાસ સંદેશ લખ્યો હતો.પીટરસને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "મારા તમામ પ્રિય મિત્રોને આ અત્યંત આનંદના પ્રસંગે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા છે કે આ તહેવાર તમારા સૌના જીવનમાં પ્રેમ, હાસ્ય અને ભરપૂર આનંદ લઈને આવે.પીટરસનની આ પોસ્ટ દર્શાવે છે કે તેમને ભારતીય તહેવારો અને સંસ્કૃતિ સાથે કેટલો લગાવ છે. ભારતીય ચાહકોને પણ તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.
ડેવિડ વોર્નરે ધનતેરસની પણ પાઠવી હતી શુભેચ્છા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નર પણ ભારતીય ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. IPLમાં લાંબા સમય સુધી રમવાને કારણે ભારત સાથે તેમનો ખાસ સંબંધ રહ્યો છે. વોર્નર ઘણીવાર ભારતીય ફિલ્મો, ગીતો અને તહેવારો સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતા રહે છે.આ વખતે તેમણે દિવાળી પહેલાં ધનતેરસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સોશિયલ મીડિયા પર ખાસ સંદેશ શેર કરીને તેમણે પોતાના તમામ મિત્રો અને ચાહકો માટે સમૃદ્ધિ અને ખુશીઓની કામના કરી હતી.વોર્નરની આ પોસ્ટને પણ ભારતીય ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ભારતીય તહેવારો પ્રત્યે તેમનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો.
https://www.instagram.com/reel/DfZFo9qtm0Y/?utm_source=ig_web_copy_link&mdxt=NTc4MTIwNjQ2YQ==
ભારતીય ચાહકોને પસંદ આવ્યો વિદેશી ક્રિકેટરોનો અંદાજ
ડેવિડ વોર્નર અને કેવિન પીટરસન બંનેના ભારત સાથેના સંબંધો માત્ર ક્રિકેટ પૂરતા મર્યાદિત નથી. તેઓ ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને લોકો સાથે પણ ખાસ જોડાણ ધરાવે છે.બંનેએ દિવાળીના એક દિવસ પહેલાં શુભેચ્છાઓ પાઠવીને ભારતીય ચાહકોના દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના આ અંદાજની પ્રશંસા થઈ રહી છે. વિદેશી ધરતીના આ બે દિગ્ગજ ક્રિકેટરો ભારતીય તહેવારોને આટલા પ્રેમથી યાદ રાખે છે તે બાબત ચાહકો માટે ખાસ બની છે.
આ પણ વાંચો - Vaibhav Sooryavanshi રચશે ઈતિહાસ! ચિલ્ડ્રન્સ ડે પર વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક