ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. રમતના ચોથા દિવસે, ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા લેફ્ટ બેટ્સમેન દેવદત્ત પડિકલ એક મજબૂત ખેલાડી સાબિત થયો. 

દેવદત્ત પડિકલ પહેલી ઇનિંગમાં 167 રન અને બીજી ઈનિંગમાં 44 રનની શાનદાર સદી ફટકારી હતી, જેનાથી તેનો કુલ સ્કોર 211 રન થયો હતો. દેવદત્ત પડિકલે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ હાંસલ કરી, જે ભારત માટે વિદેશી ધરતી પર ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો.

દેવદત્ત પડિકલે તકનો ઉઠાવ્યો લાભ

શ્રીલંકા સામેની ગોલ ટેસ્ટ મેચમાં સાઈ સુદર્શન ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયા બાદ દેવદત્ત પડિકલને નંબર 3 પર રમવાની તક આપવામાં આવી હતી. દેવદત્ત પડિકલે આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવીને પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી. તેને બીજી ઈનિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું, જેમાં તેને મહત્વપૂર્ણ 44 રન બનાવ્યા. 

આ સાથે દેવદત્ત પડિકલ નંબર 3 પર બેટિંગ કરતી વખતે ટેસ્ટ મેચમાં 200 કે તેથી વધુ રન બનાવનાર ફક્ત ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. દેવદત્ત પડિકલ પહેલા રાહુલ દ્રવિડે 5 વખત આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે સંજય માંજરેકર એક વાર આવું કરવામાં સફળ રહ્યા હતા. ઘરઆંગણે અને વિદેશી ધરતી પર બંને મેચોને ધ્યાનમાં લેતા દેવદત્ત પડિકલ નંબર 3 પર બેટિંગ કરતી વખતે 200 કે તેથી વધુ રન બનાવનાર ફક્ત આઠમો ભારતીય ખેલાડી છે.

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ આપ્યો 

શ્રીલંકા સામેની ગોલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજી ઈનિંગમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કર્યું, જેના કારણે તેઓ 193 રનમાં ઓલઆઉટ થઈ ગયા. આ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે 66 રન બનાવ્યા, જેમાં તેને 2 સિક્સર પણ ફટકારી, જેનાથી ટેસ્ટ ક્રિકેટમાં તેની સિક્સરની સદી પૂર્ણ થઈ. આ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માટે ફક્ત 3 બેટ્સમેન જ બે આંકડાનો આંકડો પાર કરી શક્યા.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન