દુલીપ ટ્રોફી 2026 ફાઈનલ માટે બંને ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ઈસ્ટ ઝોને પહેલા સેમીફાઈનલમાં સેન્ટ્રલ ઝોનને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું હતું. હવે સાઉથ ઝોને નોર્થ ઝોનને હરાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. આનો અર્થ એ થયો કે ઈશાન કિશન અને તિલક વર્માના નેતૃત્વ હેઠળની ટીમો ફાઈનલ મેચમાં એકબીજાનો સામનો કરશે.
દુલીપ ટ્રોફીની ફાઈનલ 6 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે
તિલક વર્માના નેતૃત્વ હેઠળની સાઉથ ઝોનની ટીમે સેમીફાઈનલમાં કન્હૈયા વાધવનના નેતૃત્વ હેઠળની નોર્થ ઝોનની ટીમને 7 વિકેટથી હરાવીને દુલીપ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચેની ફાઈનલ મેચ હવે 6 સપ્ટેમ્બરના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યા પછી આટલી સફળતા મેળવી છે. તેથી ફાઈનલ મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની અપેક્ષા છે. જે ટીમ સારું પ્રદર્શન કરશે તે ટાઈટલ જીતશે.
તિલક વર્માનું શાનદાર પ્રદર્શન
સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાઉથ ઝોન સામેની સેમીફાઈનલમાં તેને પ્રથમ ઈનિંગમાં અણનમ 166 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને બીજી ઈનિંગમાં અણનમ 51 રન બનાવીને પોતાની ટીમને ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતું. આ દરમિયાન ઈસ્ટ ઝોનમાં કેપ્ટન ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી છે, જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમી પણ આ ટીમ માટે રમે છે.
ઈશાન કિશન અને તિલક વર્મા વચ્ચે જબરદસ્ત ટક્કર
આ વર્ષની દુલીપ ટ્રોફી 23 ઓગસ્ટથી શરૂ થઈ હતી. ફાઈનલ માટે 2 ટીમો હવે ટકરાશે. ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ હજુ સુધી 1 પણ ડોમેસ્ટિક મેચ હાર્યો નથી. તેથી તેઓ ફાઇનલ જીતવા માટે મજબૂત દાવેદાર છે. આ દરમિયાન તિલક વર્માનું બેટિંગ પ્રદર્શન સૂચવે છે કે તે ટ્રોફી સરળતાથી સરકી જવા દેશે નહીં. આનો અર્થ એ છે કે ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા રાખી શકાય છે.
આ પણ વાંચો: Team Indiaમાંથી આ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, BCCIએ કેમ લીધો મોટો નિર્ણય?