ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે,ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન એમિલિયો ગેએ ઈતિહાસ રચ્યો.પહેલી ઇનિંગમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયેલા એમિલિયો ગેએ બીજી ઇનિંગમાં નોંધપાત્ર જુસ્સો દર્શાવ્યો,લડાયક અડધી સદી ફટકારી, જે છેલ્લા 22 વર્ષમાં ઘરઆંગણે કોઈપણ અંગ્રેજી ઓપનર દ્વારા અજોડ સિદ્ધિ છે.
એમિલિયો ગેએ ટેસ્ટ ડેબ્યૂમાં ઇતિહાસ રચ્યો
ન્યુઝીલેન્ડ સામે બીજી ઇનિંગની શરૂઆત કરતા, એમિલિયો ગેએ 95 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા સહિત શાનદાર 57 રન બનાવ્યા. આ અડધી સદી સાથે, તે ખાસ એલિટ યાદીમાં જોડાયો. તે 2016 પછી ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ઈંગ્લેન્ડ ઓપનર બન્યો. તેના પહેલા કીટન જેનિંગ્સે 2016 માં મુંબઈમાં ભારત સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.અને સૌથી અગત્યનું,તે 22 વર્ષમાં ઘરઆંગણે ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ઈંગ્લેન્ડ ઓપનર પણ બન્યો છે.તેમના પહેલા,2004માં મહાન એન્ડ્રુ સ્ટ્રોસે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 112 રનની સદી ફટકારી હતી.આ લોર્ડ્સની પિચ બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સાબિત થઈ છે, જે ઝડપી બોલરોને નોંધપાત્ર ગતિ અને ઉછાળો આપે છે.જોકે એમિલિયો ગેએ પોતાની અડધી સદીથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.













