ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ આજે રોજ મુલ્લાનપુરમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. માનવ સુથાર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. Iઆ ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ભાગ નથી, તેથી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ભવિષ્યની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રમશે. ભારત WTC માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનું છે, જ્યાં ખેલાડીઓ સ્પિન-ફ્રેન્ડલી પિચો માટે તૈયારી કરી શકે છે. 


ગિલે કેપ્ટન તરીકે પાંચ સદી ફટકારી

ગિલે અત્યાર સુધીમાં કેપ્ટન તરીકે પાંચ સદી ફટકારી છે. શુભમન ગિલે 2025ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે આઠ મેચ રમી ચૂક્યો છે અને 14 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન ગિલના બેટિંગ રેકોર્ડમાં 79.16 ની સરેરાશથી 950 રનનો સમાવેશ થાય છે, જેમાં પાંચ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તે હાલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવામાં એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને નવાબ પટૌડી સાથે સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે. જો ગિલ અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે આ ત્રણ દિગ્ગજોને પાછળ છોડી દેશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેમણે કેપ્ટન તરીકે 20 સદી ફટકારી છે.

માનવ સુથારને પ્લેઈંગ ઈલેવનમાં મળી તક 

માનવ સુથારે 2021-22 માં રાજસ્થાન માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. જોકે તેની પહેલી મેચમાં તેનું પ્રદર્શન ખાસ યાદગાર નહોતું, પરંતુ ત્યારબાદ તેણે રાજસ્થાન માટે અપવાદરૂપે સારી બોલિંગ કરી. તેણે 2025-26 રણજી ટ્રોફી સીઝનમાં ઉત્તમ ફોર્મ દર્શાવ્યું, માત્ર પાંચ ઇનિંગ્સમાં 18 વિકેટ લીધી. પુડુચેરી સામેની 2022 ની મેચ તેની કારકિર્દીની શ્રેષ્ઠ મેચોમાંની એક હતી, જ્યાં તેણે બંને ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી હતી.



ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લા ગુરબાઝ, અબ્દુલ મલિક, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી, મોહમ્મદ સલીમ સફી

આ પણ વાંચો - IND vs AFG Test : 193 દિવસની આતુરતાનો અંત, 8 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં થશે આવું


 

  • Follow us on: