શ્રીલંકાના વિકેટકીપર બેટર કુસલ મેન્ડિસે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને ખાસ સિદ્ધિ મેળવી છે. લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાયેલી મેચમાં મેન્ડિસે માત્ર 100 બોલમાં 121 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. તેમની આ ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો.મેન્ડિસની સદીના આધારે શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 321 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ત્યારબાદ શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 305 રન સુધી રોકીને મેચ 16 રને જીતી લીધી અને 3 મેચની વનડે સિરીઝ 1-1થી બરાબર કરી.

કુસલ મેન્ડિસની શાનદાર સદી 

કુસલ મેન્ડિસે નંબર 3 પર બેટિંગ કરવા આવીને શરૂઆતથી જ ઝડપી રન બનાવ્યા. તેમણે કામિન્દુ મેન્ડિસ સાથે મળીને 137 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને શ્રીલંકાના મોટા સ્કોરનો પાયો નાખ્યો.ઈંગ્લેન્ડની ધરતી પર ઈંગ્લેન્ડ સામે વનડેમાં સદી ફટકારનાર મેન્ડિસ 8મા વિકેટકીપર બેટર બન્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, ભારતના ઋષભ પંત અને શ્રીલંકાના કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે.

ઈંગ્લેન્ડમાં સદી ફટકારનાર શ્રીલંકાન વિકેટકીપર

ODI Cricket

ઈંગ્લેન્ડમાં સદી ફટકારનાર એશિયન વિકેટકીપર

કુસલ મેન્ડિસની 121 રનની ઇનિંગ્સ સાથે તેઓ ઈંગ્લેન્ડમાં વનડે સદી ફટકારનાર એશિયન વિકેટકીપરની યાદીમાં પણ સામેલ થયા છે. અગાઉ કુમાર સંગાકારા, સરફરાઝ અહમદ, મુશફિકુર રહીમ અને ઋષભ પંત જેવા ખેલાડીઓ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.મેન્ડિસની આ ઇનિંગ્સ માત્ર શ્રીલંકાની જીત માટે મહત્વપૂર્ણ રહી નથી, પરંતુ ઈંગ્લેન્ડની ધરતી પર તેમની બેટિંગ ક્ષમતાનો પણ ખાસ દાખલો બની છે.

દ્રવિડ અને પંતની વિશિષ્ટ ક્લબમાં જોડાયો 

દ્રવિડ અને પંતની વિશિષ્ટ ક્લબમાં જોડાતા, 31 વર્ષીય કુસલ મેન્ડિસ ઇંગ્લેન્ડમાં ODI સદી ફટકારનાર છઠ્ઠો એશિયન વિકેટકીપર બન્યો છે. તેની પહેલા રાહુલ દ્રવિડ, કુમાર સંગાકારા, સરફરાઝ અહેમદ, મુશફિકુર રહીમ અને ઋષભ પંત હતા. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સંગાકારા ઇંગ્લેન્ડમાં બે ODI સદી ફટકારનાર એકમાત્ર વિકેટકીપર છે. સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન દિગ્ગજ દ્રવિડ હતા, જેમણે 1999માં ટાઉન્ટનમાં શ્રીલંકા સામેની ODIમાં 129 બોલમાં 145 રન બનાવ્યા હતા. કુસલ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ સામે ODI સદી ફટકારનાર સાતમો વિકેટકીપર છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે 2005માં પહેલી વાર આવું કર્યું હતું.

કુસલ મેન્ડિસ આ યાદીમાં આઠમા ક્રમે 

કુસલ મેન્ડિસ શ્રીલંકા માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત આઠમા ક્રમે પહોંચી ગયો છે. પથુમ નિસાન્કા પાસે પણ સાત સદી છે. આ યાદીમાં ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા ટોચ પર છે, જેમણે શ્રીલંકા માટે 28 સદી ફટકારી હતી. તેમના પછી કુમાર સંગાકારા (25) અને તિલકરત્ને દિલશાન (22) આવે છે.

આ પણ વાંચો - ENG vs SL: બટલરની ઈજા બની ટર્નિંગ પોઈન્ટ! શ્રીલંકાએ 12 ઓવરમાં પલટી બાજી