ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે ECBએ પાકિસ્તાનમાં યોજાનારી આગામી ODI ટ્રાઇ-સીરિઝ પહેલાં મહત્વનું પગલું ભર્યું છે. ECBનું એક નિરીક્ષણ પ્રતિનિધિમંડળ 14 સપ્ટેમ્બરે લાહોર પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળે પાકિસ્તાનમાં ઇંગ્લેન્ડની ટીમના આગામી પ્રવાસ સાથે જોડાયેલી તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.ઇંગ્લેન્ડની ટીમ ઓક્ટોબરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે 3 દેશોની ODI ટ્રાઇ-સીરિઝમાં ભાગ લેશે. વિદેશી ટીમના પ્રવાસ પહેલાં ECB દ્વારા કરવામાં આવતી નિયમિત સુરક્ષા સમીક્ષાના ભાગરૂપે આ મુલાકાત યોજાઈ હતી. પ્રતિનિધિમંડળે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરીને વિવિધ વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી.

ગદ્દાફી સ્ટેડિયમની પણ મુલાકાત

ECBના પ્રતિનિધિમંડળે લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.આ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા,ટીમના રહેવાની વ્યવસ્થા અને મેચ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવવામાં આવી હતી.પ્રતિનિધિમંડળે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ટીમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષાના દરેક પાસાની સમીક્ષા કરવામાં આવી હતી.લાહોરની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ECBનું પ્રતિનિધિમંડળ રાવલપિંડી પણ જશે. ત્યાં સ્ટેડિયમ અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે.

https://x.com/Anurag9793/status/2099539701179011263?s=20


18 ઓક્ટોબરથી ટ્રાઇ-સીરિઝનો પ્રારં

પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ODI ટ્રાઇ-સીરિઝ 18થી 31 ઓક્ટોબર દરમિયાન લાહોર અને રાવલપિંડીમાં રમાશે.સીરિઝની શરૂઆત 18 ઓક્ટોબરે રાવલપિંડીમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેના મુકાબલાથી થશે.ત્યારબાદ 20 ઓક્ટોબરે રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.22 ઓક્ટોબરે શ્રીલંકા અને ઇંગ્લેન્ડની ટીમો આમને-સામને થશે.આ પછી મેચો લાહોરમાં રમાશે.25 ઓક્ટોબરે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ27 ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા તથા 29 ઓક્ટોબરે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે.ટ્રાઇ-સીરિઝની ફાઇનલ 31 ઓક્ટોબરે લાહોરમાં રમાશે.

શ્રીલંકા પણ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

ODI ટ્રાઇ-સીરિઝ પહેલાં શ્રીલંકાની ટીમ પાકિસ્તાન પહોંચશે. શ્રીલંકાની ટીમ 4 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચવાની છે. બંને ટીમો વચ્ચે 9થી 13 ઓક્ટોબર દરમિયાન રાવલપિંડીમાં 3 મેચની T20I સીરિઝ રમાશે.આ T20I સીરિઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ ODI ટ્રાઇ-સીરિઝ માટે તૈયારી કરશે.

2 વર્ષ બાદ ઇંગ્લેન્ડનો પાકિસ્તાન પ્રવાસ

ઇંગ્લેન્ડની ટીમ લગભગ 2 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવશે. પાકિસ્તાનમાં એક સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વિદેશી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળ્યું હતું.આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને પોતાના કેટલાક ઘરેલુ આંતરરાષ્ટ્રીય મુકાબલા UAEમાં રમવા પડ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિમાં સુધારો થયો છે અને અનેક વિદેશી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી છે. ઇંગ્લેન્ડની ટીમ છેલ્લે 2024માં પાકિસ્તાનના પ્રવાસે આવી હતી.

પાકિસ્તાન ODI ટ્રાઇ-સીરિઝનું સંપૂર્ણ સમયપત્રક
  • 18 ઓક્ટોબર:પાકિસ્તાન vs શ્રીલંકા – રાવલપિંડી
  • 20 ઓક્ટોબર:પાકિસ્તાન vs ઇંગ્લેન્ડ – રાવલપિંડી
  • 22 ઓક્ટોબર:શ્રીલંકા vs ઇંગ્લેન્ડ – રાવલપિંડી
  • 25 ઓક્ટોબર:પાકિસ્તાન vs ઇંગ્લેન્ડ – લાહોર
  • 27 ઓક્ટોબર:પાકિસ્તાન vs શ્રીલંકા – લાહોર
  • 29 ઓક્ટોબર:શ્રીલંકા vs ઇંગ્લેન્ડ – લાહોર
  • 31 ઓક્ટોબર:ફાઇનલ – લાહોર

આ પણ વાંચો - JJ Basson : ડ્રેસિંગ રૂમમાં પરીક્ષાની તૈયારી, હવે ડેબ્યૂ મેચમાં 11 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ