ભારત સામેની 5 મેચની T20I સિરીઝની પહેલી મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે 1 જુલાઈએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાનારી પહેલી T20I માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, જોશ ટોંગ, સોની બેકર અને લેગ-સ્પિનર રેહાન અહેમદને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોફ્રા આર્ચર અને જોશ ટોંગ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝનો ભાગ હતા. તેથી ટીમ મેનેજમેન્ટે તેમને પ્રથમ T20I માટે આરામ આપવાનો નિર્ણય લીધો છે.
T20 વર્લ્ડકપ પછી પહેલી મેચ
2026ના T20 વર્લ્ડકપ પછી ઈંગ્લેન્ડ પહેલી વાર આ ફોર્મેટમાં રમશે. ઈંગ્લેન્ડની ટીમે છેલ્લે વર્લ્ડકપ સેમીફાઈનલમાં ભારત સામે T20I મેચ રમી હતી. જેકબ બેથેલની શાનદાર સદી છતાં ઈંગ્લેન્ડ તે મેચ હારી ગયું હતું, જેના કારણે ટાઈટલ જીતવાની તેમની આશાઓ ચકનાચૂર થઈ ગઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની 2 મેચની T20I સિરીઝમાં 0-2 થી હાર બાદ ઈંગ્લેન્ડ પહોંચી હતી. તેથી બંને ટીમો સિરીઝની શરૂઆત જીત સાથે કરવા માંગશે.
https://twitter.com/englandcricket/status/2071982844079939868
ભારત સામેની પ્રથમ T20I માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને લ્યુક વુડ.
T20 સિરીઝ માટે બંને ટીમો
ભારતઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડ: હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, ટોમ બેન્ટન, જેકબ બેથલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ, સેમ કરન, લિયામ ડોસન, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટોંગ અને લ્યુક વુડ.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા