ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી નિર્ણાયક વનડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લૉર્ડ્સમાં રમાનારી ત્રીજી વનડે મેચમાંથી બહાર થઈ ગયા છે. બુમરાહ ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થવાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થયા છે.

ઇંગ્લેન્ડનો ટોસ જીતીને બેટિંગનો નિર્ણય 

ઇંગ્લેન્ડે લૉર્ડ્સ વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. લૉર્ડ્સમાં 2021 થી અત્યાર સુધી રમાયેલી તમામ વનડે મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે, જે ઇંગ્લેન્ડ દ્વારા પહેલા બેટિંગ પસંદ કરવાનું એક મોટું કારણ હોઈ શકે છે. ભારતની ટીમ પહેલા બોલિંગ કરશે.

જસપ્રીત બુમરાહના બહાર થવા પર કેપ્ટનનું અપડેટ 

ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ સમયે જસપ્રીત બુમરાહના ન રમવા અંગે અપડેટ આપ્યું. ગિલે જણાવ્યું કે કાર્ડિફમાં બીજી વનડે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહના ડાબા ઘૂંટણમાં ઇજા થઈ હતી. ડાબા ઘૂંટણમાં સોજાના કારણે તે ત્રીજી વનડે માટે સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો. એટલે કે, મેચ ફિટનેસ હાંસલ ન કરવાના કારણે મેનેજમેન્ટે તેને આ મુકાબલામાં ન રમાડવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમોની પ્લેઇંગ 11 

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ,  પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ: બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કરન, જોસ બટલર, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.

આ પણ વાંચો-BCCIનો મોટો નિર્ણય! ત્રીજી વનડે પહેલાં ટીમ ઈન્ડિયામાં સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી