IPLની લોકપ્રિય ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન અવારનવાર ક્રિકેટના મેદાનમાં પોતાની હાજરીને કારણે ચર્ચામાં રહે છે. IPLની હરાજી હોય કે ટીમની મેચ, કાવ્યા મારન હંમેશાં ચાહકોનું ધ્યાન ખેંચે છે. હવે તેઓ પોતાના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, કાવ્યા મારન ઉદ્યોગપતિ અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્રન સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. લગ્નનો કાર્યક્રમ ગ્રીસમાં યોજાવાનો છે.

કાવ્યા મારન કેટલી સંપત્તિનાં માલિક છે?

આ લગ્ન સમારોહમાં ફિલ્મ અને રાજકીય જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, લગ્નના કાર્યક્રમો 10 અને 11 નવેમ્બરે યોજાવાના છે. જ્યારે 21 નવેમ્બરે ચેન્નાઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમાચારો વચ્ચે ક્રિકેટ ચાહકોમાં એક સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે કે આખરે સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન કેટલી સંપત્તિનાં માલિક છે?

Kavya Maran

કોણ છે કાવ્યા મારન?

કાવ્યા મારન ભારતના જાણીતા ઉદ્યોગપતિ કલાનિધિ મારનની દીકરી છે. કલાનિધિ મારન સન ગ્રુપના ચેરમેન છે. કાવ્યા પોતે પણ પરિવારના વ્યવસાયમાં મહત્વની જવાબદારી સંભાળે છે.તેઓ સન ટીવી નેટવર્કનાં ડિરેક્ટર અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનાં CEO છે. ક્રિકેટ પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓ IPL દરમિયાન સતત ચર્ચામાં રહે છે.કાવ્યા મારન માત્ર ટીમના સંચાલન સુધી મર્યાદિત નથી. તેઓ ખેલાડીઓની પસંદગી, IPL હરાજી અને ટીમની વિવિધ બેઠકોમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે. સ્ટેડિયમમાં ટીમને પ્રોત્સાહન આપતી તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે.


કેટલી છે કાવ્યા મારનની નેટવર્થ?

કાવ્યા મારનની કુલ સંપત્તિ અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, વિવિધ મીડિયા અનુસાર તેમનું નેટવર્થ આશરે 400 કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવે છે.આ આંકડાને સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી. તેથી તેને અંદાજિત સંપત્તિ તરીકે જ જોવો જોઈએ.કાવ્યા મારનની આવક અને સંપત્તિમાં તેમના વ્યવસાયિક હોદ્દા તથા પરિવારના બિઝનેસ સામ્રાજ્યની મહત્વની ભૂમિકા છે. સન ટીવી નેટવર્ક અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા તેમના હોદ્દાને કારણે તેઓ દેશની ચર્ચિત મહિલા બિઝનેસ હસ્તીઓમાં સ્થાન ધરાવે છે.


પિતા કલાનિધિ મારન કેટલા અમીર છે?

કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન દેશના જાણીતા અબજોપતિ ઉદ્યોગપતિઓમાં સામેલ છે. તેઓ સન ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે.ફોર્બ્સના અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ આશરે 2.5 અબજ ડોલર એટલે કે લગભગ 23,725 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. જોકે, સંપત્તિના આંકડામાં બજારની સ્થિતિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.કલાનિધિ મારને વર્ષ 1993માં સન ટીવી નેટવર્કની સ્થાપના કરી હતી. તેમણે પરિવારના પ્રકાશન વ્યવસાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે સન ગ્રુપ ટેલિવિઝન, રેડિયો, ફિલ્મ નિર્માણ અને મનોરંજન ક્ષેત્રે મોટું નામ ધરાવે છે.સન ગ્રુપના વ્યવસાયનું વિસ્તરણ દક્ષિણ ભારત ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાં પણ થયું છે. આ જ પરિવારના વ્યવસાયમાં કાવ્યા મારન પણ મહત્વની જવાબદારી સંભાળી રહ્યાં છે.

Kavya Maran Net Worth

કોણ છે કાવ્યા મારનના થનારા પતિ અનિરુદ્ધ રવિચંદ્રન?

કાવ્યા મારનના થનારા પતિ અનિરુદ્ધ રવિચંદ્રન સંગીત અને ફિલ્મ જગત સાથે જોડાયેલા છે. તેઓ જાણીતા સંગીતકાર અને ગાયક છે. તેમના પિતા રવિ રાઘવેન્દ્ર અભિનેતા છે, જ્યારે માતા લક્ષ્મી શાસ્ત્રીય નૃત્યાંગના છે.અનિરુદ્ધ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં લોકપ્રિય સંગીતકાર તરીકે ઓળખાય છે.

Anirudh ravichander

તેમના દાદા કે. સુબ્રમણ્યમ જાણીતા ફિલ્મ નિર્માતા હતા.આ લગ્નને કારણે ક્રિકેટ, ફિલ્મ અને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ એક જ મંચ પર જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - Zimbabweએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો નવો ઇતિહાસ,આ મામલે નંબર 1 ટીમ બની