ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ સિરાજથી લઈને દિગ્ગજ એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ સુધી, ઘણા સ્ટાર્સને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. શું નોટિસના પરિણામે આ સ્ટાર્સને જેલની સજા થશે? 


સમાચાર એજન્સી ANI એ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રને ટાંકીને એક્સ પર જણાવ્યું હતું કે રાજ્ય ક્રિકેટ એસોસિએશને BCCIની પરવાનગી વિના હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની TG20 લીગનો પ્રચાર કરવા અને કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવા બદલ કેટલાક ફિલ્મ અને ક્રિકેટ સ્ટાર્સને નોટિસ ફટકારી છે. વિજય દેવરકોંડા અને વેંકટેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામોમાં સામેલ છે, જ્યારે મોહમ્મદ સિરાજ, અંબાતી રાયડુ અને તિલક વર્મા પણ ક્રિકેટ સ્ટાર્સમાં સામેલ છે. 

તેલંગાણા ક્રિકેટ એસોસિએશને મોકલી કાનૂની નોટિસ

પોસ્ટમાં લખ્યું હતું કે, "તેલંગાણા ક્રિકેટ એસોસિએશને એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ તેમજ ક્રિકેટરો તિલક વર્મા, અંબાતી રાયડુ અને મોહમ્મદ સિરાજને કાનૂની નોટિસ મોકલી છે."


તેમાં આગળ લખ્યું છે કે, "નોટિસમાં જણાવાયું છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન BCCIની પરવાનગી વિના કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે અને HCAની TG20 લીગનો પ્રચાર કરી રહ્યું છે - જેને BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી - તે ગુનો છે."

શું જેલ થશે?

હાલમાં નોટિસ અંગે કોઈપણ એક્ટર કે ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કેસ આગળ વધ્યા પછી જ નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી જેલની સજાના કોઈ અહેવાલ નથી. આ કેસમાં આગળ શું થાય છે અને કોઈ નોટિસ પર પ્રતિક્રિયા આપશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. 

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: