ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અવારનવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. લગ્નના લગભગ ચાર વર્ષ પછી માર્ચ 2025માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ દરમિયાન ધનશ્રીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક લોકોએ તો તેને ગોલ્ડ ડિગર સુધી કહી દીધું હતું. હવે ફરી એકવાર ચહલ અને ધનશ્રીનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે તેનું કારણ આરજે મહવશનો એક જૂનો ઇન્ટરવ્યુ છે, જેનો એક હિસ્સો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો અને સોશિયલ મીડિયા પર અટકળો
આ ક્લિપમાં મહવશ એક એવા વ્યક્તિ વિશે વાત કરતી જોવા મળે છે, જેણે પોતાની પ્રેગ્નેન્ટ પત્નીને ચીટિંગ કરી હતી. આ નિવેદન સામે આવ્યા બાદ લોકોએ તેને ચહલ અને ધનશ્રીના ડિવોર્સ સાથે જોડવાનું શરૂ કરી દીધું. જોકે, વાયરલ વીડિયો પાછળની આખી સ્ટોરી તદ્દન અલગ છે.
https://www.instagram.com/reel/DfU7AVOhyX7/?utm_source=ig_web_copy_link&srtk=NTc4MTIwNjQ2YQ==
મહવશે ચહલ પર લગાવ્યો હતો ધનશ્રી સાથે ચીટિંગ કરવાનો આરોપ?
એક જૂના ઇન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં આરજે મહવશ કહેતી સંભળાય છે, ઓહ ગોડ! જે બાબતથી ઉપરવાળો તમને બચાવે છે... આ વ્યક્તિના છૂટાછેડા એટલે થયા કારણ કે તેણે પોતાની પ્રેગ્નેન્ટ પત્ની સાથે દગો કર્યો હતો. એકવાર ચીટિંગ કરનાર હંમેશા ચીટિંગ જ કરે છે અને તેને કંઈ પણ બદલી શકતું નથી.

અડધા વીડિયોથી ફેલાયો ભ્રમ
મહવશનું આ નિવેદન સામે આવ્યા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા સાથે જોડી દીધું હતું. લોકોને લાગ્યું કે તે ચહલ વિશે વાત કરી રહી છે. જોકે, સમગ્ર વીડિયો જોતાં સ્પષ્ટ થાય છે કે તેમનો ઈશારો કોઈ અન્ય વ્યક્તિ તરફ હતો.
શું છે વાયરલ વીડિયોની અસલી કહાની?
ઇન્ટરવ્યુના બીજા ભાગમાં આરજે મહવશ એ વ્યક્તિ વિશે વિગતવાર વાત કરે છે જેણે ભૂતકાળમાં તેની સાથે દગો કર્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે માત્ર 19 વર્ષની હતી ત્યારે ફેસબુક દ્વારા તેની મુલાકાત એક યુવક સાથે થઈ હતી. એ યુવક અલીગઢનો રહેવાસી હતો, જ્યારે યુઝવેન્દ્ર ચહલ હરિયાણાનો છે. આ સંજોગોમાં સ્પષ્ટ થાય છે કે મહવશનું આ વાયરલ નિવેદન ચહલ માટે નહોતું.
કેવી રીતે શરૂ થઈ હતી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની લવ સ્ટોરી?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની મુલાકાત વર્ષ 2020માં કોરોના લોકડાઉન દરમિયાન થઈ હતી. બંને વચ્ચે ઓનલાઇન ડાન્સ ક્લાસ દરમિયાન પરિચય થયો હતો. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધી અને ડિસેમ્બર 2020માં ગુરુગ્રામ ખાતે પરિવારની હાજરીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્નના આશરે ચાર વર્ષ બાદ તેમના સંબંધોમાં તણાવના અહેવાલો સામે આવવા લાગ્યા હતા.

ફેબ્રુઆરી 2025માં ચહલ અને ધનશ્રીને મુંબઈના બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટ બહાર જોવામાં આવ્યા હતા, જ્યાં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી કરી હતી. તેના થોડા અઠવાડિયા પછી ફેમિલી કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી અને આ રીતે તેમનો સંબંધ કાયદેસર રીતે સમાપ્ત થયો હતો.
ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ચહલનું નામ આરજે મહવશ સાથે જોડાયું
ધનશ્રીથી અલગ થયા બાદ યુઝવેન્દ્ર ચહલનું નામ અનેક વખત આરજે મહવશ સાથે જોડવામાં આવ્યું હતું. જોકે, બંનેએ હંમેશા એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવ્યા છે. ચહલે પણ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મહવશ તેની ખૂબ સારી મિત્ર છે અને તેણે તેના મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો.
આ પણ વાંચો-Celebrity : છૂટાછેડા પછી કર્યા 26 વર્ષ નાની યુવતી સાથે લગ્ન! મિલિંદ સોમણની લવ લાઈફના આ કિસ્સા જાણી ચોંકી જશો!