ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની ક્રિકેટ સફર અનેક કારણોસર યાદગાર રહી છે. મેદાન પર પોતાની અલગ જ બેટિંગ શૈલી, અશક્ય લાગતી પરિસ્થિતિમાં મોટા શોટ રમવાની ક્ષમતા અને શાનદાર ફિલ્ડિંગને કારણે મેક્સવેલે વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી હતી. ખાસ કરીને 2023ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમેલી તેની અણનમ 201 રનની ઇનિંગ્સ ક્રિકેટ ઇતિહાસમાં હંમેશાં યાદ રહેશે. તો ચાલો જાણીએ કે કોણ છે ગ્લેન મેક્સવેલ, શા માટે તેને 'ધ બિગ શો' કહેવામાં આવે છે અને તેની કારકિર્દી કેવી રહી?
કોણ છે ગ્લેન મેક્સવેલ?
ગ્લેન જેમ્સ મેક્સવેલ ઓસ્ટ્રેલિયાનો જાણીતો ઓલરાઉન્ડર છે. તેનો જન્મ 14 ઓક્ટોબર 1988ના રોજ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં થયો હતો. બાળપણથી જ તેને ક્રિકેટમાં રસ હતો. પોતાની આક્રમક બેટિંગ અને મેદાન પર કંઈક અલગ કરવાની ક્ષમતાને કારણે તે યુવા વયમાં જ ચર્ચામાં આવ્યો હતો.મેક્સવેલ જમણા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગમાં ટીમ માટે યોગદાન આપી શકતો હતો. આ જ ખાસિયત તેને સામાન્ય ખેલાડીઓથી અલગ બનાવતી હતી.

2012માં શરૂ થઈ હતી સફર
મેક્સવેલે 25 ઓગસ્ટ 2012ના રોજ અફઘાનિસ્તાન સામે વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. શરૂઆતમાં તે પોતાની આક્રમક બેટિંગ માટે ચર્ચામાં આવ્યો હતો. ધીમે ધીમે તેણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મહત્વનું સ્થાન બનાવ્યું.તે જમણા હાથનો બેટ્સમેન અને ઓફ સ્પિનર છે. તેની પાસે ઝડપી રન બનાવવાની સાથે જરૂરિયાતના સમયે વિકેટ લેવાની ક્ષમતા પણ હતી

શા માટે કહેવામાં આવે છે 'ધ બિગ શો'?
ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ પોતાની બેટિંગ માટે જાણીતા હોય છે, પરંતુ મેક્સવેલની રમતની શૈલી જ અલગ હતી. તે મેદાનના કોઈપણ ખૂણે શોટ રમવાની ક્ષમતા ધરાવે છે. રિવર્સ સ્વીપ, સ્વીપ, પુલ અને આક્રમક ડ્રાઇવ જેવા શોટ્સ તેની બેટિંગની ઓળખ છે.તેની ખાસિયત એ છે કે બોલર ગમે તેવી લાઇન અને લેન્થ પર બોલિંગ કરે, મેક્સવેલ પાસે તેનો જવાબ આપવા માટે અનેક પ્રકારના શોટ હોય છે. T20 ક્રિકેટમાં તેની આ શૈલી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે.તેની રમતની આક્રમકતા અને મનોરંજનથી ભરપૂર અંદાજને કારણે તેને 'ધ બિગ શો' નામ મળ્યું હતું. 286 આંતરરાષ્ટ્રીય મેચ, 7,226 રન, 136 વિકેટ અને 3 વર્લ્ડ કપ જીતનો હિસ્સો બનવાની સિદ્ધિ સાથે તેની સફર યાદગાર રહી છે

મેક્સવેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડા
મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેના આંતરરાષ્ટ્રીય આંકડા પર નજર કરીએ તો તેની કારકિર્દીની સફળતાનો અંદાજ આવે છે.
અફઘાનિસ્તાન સામે 201 રનની ઐતિહાસિક ઇનિંગ્સ
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે પેટ કમિન્સ સાથે મળીને અણનમ ભાગીદારી કરી હતી. તેણે 128 બોલમાં 201 રન બનાવી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી.આ ઇનિંગ્સ વનડે ક્રિકેટની સૌથી યાદગાર ઇનિંગ્સમાંની એક બની ગઈ

2023માં 40 બોલમાં સદીનો વર્લ્ડ કપ રેકોર્ડ
2023ના વનડે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. તે સમયે વનડે વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હતો.આ ઇનિંગ્સમાં તેણે 44 બોલમાં 106 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનથી દુનિયાભરના ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

2023 વર્લ્ડ કપમાં રચ્યો હતો ઇતિહાસ
મેક્સવેલની કારકિર્દીની સૌથી મોટી ઓળખ તેની 2023ના વનડે વર્લ્ડ કપની ઐતિહાસિક ઇનિંગ્સ છે.મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 292 રનની જરૂર હતી.પરંતુ એક સમયેઓસ્ટ્રેલિયાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. ટીમે માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ મેક્સવેલે પેટ કમિન્સ સાથે મળીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેને પગમાં ખેંચાણની સમસ્યા પણ થઈ હતી. તેમ છતાં તેણે હાર ન માની અને ઓસ્ટ્રેલિયાને યાદગાર જીત અપાવી હતી.આ ઇનિંગ્સે સાબિત કર્યું કે મેક્સવેલ એકલો પોતાના દમ પર મેચનું પરિણામ બદલી શકે છે

મેક્સવેલના નામે 3 વર્લ્ડ કપ ટ્રોફી

IPLમાં પણ રહ્યો સફળ
મેક્સવેલે IPLમાં પણ પોતાની આક્રમક બેટિંગથી અલગ ઓળખ બનાવી હતી. તેણે 141 મેચમાં 2,819 રન બનાવ્યા હતા. તે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી ટીમો તરફથી રમી ચૂક્યો છે.IPLમાં તેની બેટિંગની ખાસિયત મોટા શોટ અને ઝડપી રન બનાવવાની ક્ષમતા રહી છે

આખરે કેમ લીધો નિવૃત્તિનો નિર્ણય?
મેક્સવેલે વર્ષ 2025માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.તેના જણાવ્યા અનુસાર, હવે તે પોતાની શારીરિક તંદુરસ્તી જાળવવા અને બાકી રહેલી ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપવા માગે છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવાની પ્રક્રિયાને પણ તે સમજે છે.મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી મેચ 2026ના T20 વર્લ્ડ કપમાં ઓમાન સામે રમી હતી. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે, પરંતુ ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે આગામી બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સ તરફથી રમશે.
મેક્સવેલની કારકિર્દીની 5 મોટી સિદ્ધિઓ

મેક્સવેલની નિવૃત્તિથી શું ખોટ પડશે?
ગ્લેન મેક્સવેલ માત્ર રન બનાવનાર ખેલાડી નહોતો, પરંતુ તે એવો ક્રિકેટર હતો જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેચનું પરિણામ બદલી શકતો હતો. તેની પાસે ઝડપથી રન બનાવવાની સાથે વિકેટ લેવાની અને શાનદાર ફિલ્ડિંગ કરવાની ક્ષમતા હતી.ખાસ કરીને T20 ક્રિકેટમાં તેની આક્રમક બેટિંગ અને અનોખા શોટ્સની ખોટ ઓસ્ટ્રેલિયાની ટીમને ચોક્કસપણે સાલશે. 286 આંતરરાષ્ટ્રીય મેચ, 7,226 રન, 136 વિકેટ અને 3 વર્લ્ડ કપની સફળતા સાથે મેક્સવેલે પોતાની કારકિર્દી યાદગાર બનાવી છે.