માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ એવી ઇનિંગ રમી છે કે તેની ચર્ચા ભારતની બહાર પણ થઈ રહી છે. UAE સામે ભારત-એ તરફથી રમતાં તેણે માત્ર 53 બોલમાં 204 રન ફટકાર્યા, જેમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. આ ઇનિંગ સાથે તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને બેવડી સદીના રેકોર્ડ પોતાના નામે કર્યા. મેદાન પરના આ ધમાકા બાદ સોશિયલ મીડિયા પર પણ વૈભવ છવાઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાની મજેદાર પોસ્ટથી લઈને માઇકલ વોન અને એન્જેલો મેથ્યુઝની પ્રશંસા સુધી, અનેક દિગ્ગજોએ આ યુવા બેટરની પ્રતિભાને સલામ કરી છે. BCCIએ પણ તેની ઇનિંગની ખાસ નોંધ લીધી છે, જ્યારે ICCએ પોતાની વેબસાઇટ પર તેના રેકોર્ડની વિગતો પ્રકાશિત કરી છે.

BCCIએ કહ્યું- વૈભવ સતત ચમકતો સિતારો

વૈભવની ઐતિહાસિક ઇનિંગ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી હતી. બોર્ડે લખ્યું હતું કે વૈભવ એવો સિતારો છે, જે સતત ચમકતો રહે છે. આ પોસ્ટ સાથે વૈભવની ઇનિંગને ખાસ રીતે બિરદાવવામાં આવી હતી.

https://x.com/BCCI/status/2125231971836231788?a=7wXn8TLkkxuUMdQRA58&s=20

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ પોતાની સત્તાવાર વેબસાઇટ પર વૈભવની રેકોર્ડબ્રેક ઇનિંગને સ્થાન આપ્યું હતું. ICCએ તેની 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદીની સિદ્ધિની નોંધ લેતાં તેને લિસ્ટ-એ ક્રિકેટના સૌથી ઝડપી રેકોર્ડમાં સામેલ કરી હતી.

https://x.com/ICC/status/2125409527575224329?a=RWhihoubQqogUVX9Pfs&s=20

જાડેજાની યમરાજવાળી પોસ્ટે ખેંચ્યું ધ્યાન

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વૈભવની તસવીર એડિટ કરીને મજેદાર પોસ્ટ શેર કરી હતી. આ તસવીરમાં વૈભવને યમરાજના રૂપમાં દર્શાવવામાં આવ્યો હતો. UAEના બોલરો સામે વૈભવે જે રીતે છગ્ગાનો વરસાદ કર્યો હતો, તેને ધ્યાનમાં રાખીને જાડેજાની આ પોસ્ટે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

https://x.com/Crex_live/status/2125461421895110788?a=wPrjQ0LMHgOI-mDEdFY&s=20

ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ વૈભવની ઇનિંગની સરખામણી વીડિયો ગેમ સાથે કરી હતી. તેણે લખ્યું હતું કે 53 બોલમાં 204 રન અને 28 છગ્ગાની આવી ઇનિંગ તો ઈએ સ્પોર્ટ્સ ક્રિકેટ જેવી ગેમમાં પણ અવિશ્વસનીય લાગે. 

https://x.com/virendersehwag/status/2125238174570119664?a=a_m6sLHgvHVkc0cruuQ&s=20

યુવરાજ, ધવન અને અભિષેકે પણ કર્યા વખાણ

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વૈભવને ખાસ પ્રતિભા ગણાવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારવી તેની નિર્ભય બેટિંગનો પુરાવો છે. યુવરાજે તેને મહેનત ચાલુ રાખવા અને પોતાની રમતનો આનંદ માણવાની સલાહ પણ આપી હતી.

શિખર ધવને વૈભવને અભિનંદન આપતાં કહ્યું હતું કે 15 વર્ષની ઉંમરે આવી ઇનિંગ રમવી ખૂબ મોટી સિદ્ધિ છે. ઇરફાન પઠાણે તેને ખાસ ખેલાડી ગણાવ્યો હતો, જ્યારે મોહમ્મદ કૈફે 204 રન અને 28 છગ્ગાની ઇનિંગને ક્રિકેટના ઇતિહાસને ફરીથી લખનારી ગણાવી હતી. ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વૈભવની ઇનિંગને 'સ્પેશિયલ' ગણાવી હતી. 

https://x.com/YUVSTRONG12/status/2125291094992928983?a=b1kI6Qp2lpcn062sBDs&s=20

https://x.com/SDhawan25/status/2125195298591166661?a=RPoR4A92gZUzDUhHS20&s=20

માઇકલ વોન અને એન્જેલો મેથ્યુઝ પણ પ્રભાવિત

વિદેશી ક્રિકેટરોમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને વૈભવની ઇનિંગ પર આશ્ચર્ય વ્યક્ત કરતાં લખ્યું હતું, 'ધિસ ઇઝ ઇનક્રેડિબલ'. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝે લખ્યું હતું કે કોઈપણ ટીમ સામે 53 બોલમાં 204 રન બનાવવા સરળ નથી અને આ યુવા ખેલાડી ખરેખર ખાસ છે.

https://x.com/MichaelVaughan/status/2125234252271006084?a=2E6TLsdkLNVuPXB8QNg&s=20

https://x.com/Angelo69Mathews/status/2125206771933552785?a=B-G6LLD5P241U4LzXGk&s=20

ભારતના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ વૈભવની બેટિંગ જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદીને કૌશલ્ય, આત્મવિશ્વાસ અને નિર્ભય બેટિંગનું શાનદાર પ્રદર્શન ગણાવ્યું હતું. વિકેટકીપર દિનેશ કાર્તિકે પણ વીડિયો શેર કરીને કહ્યું હતું કે તેણે આ પહેલાં આવી ઇનિંગ જોઈ નથી. 

વૈભવની આ ઇનિંગે ફરી સાબિત કર્યું છે કે તેની બેટિંગની ચર્ચા માત્ર રેકોર્ડ સુધી સીમિત નથી. એક જ ઇનિંગમાં તેણે ક્રિકેટના અનેક દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે અને 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshiની 204 રનની ઇનિંગ્સ પાછળ યુવરાજનો હાથ! તોફાની ઇનિંગ્સનું રહસ્ય ખૂલ્યું