ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ભારત સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે.વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારવાની સાથે જ ફિલિપ્સે એવી સિદ્ધિ મેળવી છે, જે દુનિયાનો કોઈ અન્ય બેટ્સમેન કરી શક્યો નથી. તેઓ એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે.ગ્લેન ફિલિપ્સે આ પહેલાં 18 જાન્યુઆરી 2026ના રોજ ભારત સામે વનડે મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદ 30 ઓક્ટોબરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ સદી નોંધાવી હતી. હવે વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારીને તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે.

આવું કરનાર દુનિયાનો બીજો બેટ્સમેન

એક જ ટીમ સામે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ,વનડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાના મામલે ગ્લેન ફિલિપ્સ દુનિયાના બીજા બેટ્સમેન બન્યા છે.આ પહેલાં આ અનોખો રેકોર્ડ ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે હતો.રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. હવે ગ્લેન ફિલિપ્સે પણ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.આ સાથે તેઓ ન્યૂઝીલેન્ડના પ્રથમ એવા બેટ્સમેન બન્યા છે.જેમણે એક જ દેશ સામે એક કેલેન્ડર વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય.ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પણ ફિલિપ્સે સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ શેન વોટસન અને શાઈ હોપ બાદ ત્રીજા ખેલાડી બન્યા છે.

https://x.com/ICC/status/2123544288596574269?a=6oONLTMCBkdXTS5Cb34&s=20


ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી

ગ્લેન ફિલિપ્સની આ ટેસ્ટ કારકિર્દીની બીજી સદી હતી. આ ઇનિંગ દરમિયાન તેમણે બીજી એક મોટી સિદ્ધિ પણ મેળવી હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા.હવે તેમના નામે 20 ટેસ્ટ મેચની 34 ઇનિંગમાં 38.35ની સરેરાશથી 1074 રન નોંધાયા છે. તેમની આ સિદ્ધિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે પણ ખાસ છે.

https://x.com/BLACKCAPS/status/2123552944763424974?a=PiuNYkjSsy6LvT4x9OI&s=20

નિકોલ્સ સાથે મળીને ન્યૂઝીલેન્ડની ઇનિંગ સંભાળી

ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 70 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી.એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી.આવી સ્થિતિમાં સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા ગ્લેન ફિલિપ્સે હેનરી નિકોલ્સ સાથે મળીને જવાબદારી સંભાળી હતી.બંને બેટ્સમેનોએ છઠ્ઠી વિકેટ માટે 216 રનની શાનદાર ભાગીદારી કરી હતી.આ ભાગીદારીએ ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું.પ્રથમ દિવસે ફિલિપ્સ 94 રન બનાવીને અણનમ રહ્યા હતા.બીજા દિવસે તેમણે પોતાની ઇનિંગ આગળ વધારીને 194 બોલમાં સદી પૂરી કરી હતી.ફિલિપ્સે કુલ 216 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા. જોકે, તેમની શાનદાર ઇનિંગનો અંત ભારતીય ઝડપી બોલર આકાશ દીપે લાવ્યો હતો. તેણે ઇનિંગની 94મી ઓવરમાં ફિલિપ્સને બોલ્ડ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી.

આ પણ વાંચો- IND vs NZ 1st Test Day 2 : ન્યૂઝીલેન્ડે 368 રન બનાવી ભારતને ચોંકાવ્યું, બુમરાહે 4 વિકેટ લીધી