ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી વનડેમાં મેદાન પર ભારે ગરમાગરમી જોવા મળી હતી. ભારતીય ઝડપી બોલર ગુરનૂર બ્રારે વિકેટ લીધા બાદ પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સેઈફર્ટને આક્રમક અંદાજમાં સેન્ડ-ઓફ આપ્યો હતો. આ દરમિયાન મેદાન પર વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પરિસ્થિતિને વધુ બગડતી જોઈને વિરાટ કોહલી તરત જ વચ્ચે આવ્યો અને ગુરનૂરને સીફર્ટથી દૂર લઈ જઈને મામલો શાંત કરાવ્યો હતો.
12 ઓવર બાદ ભારતને મળી પહેલી સફળતા
ચોથી વનડેમાં ભારતીય ટીમને પહેલી વિકેટ મેળવવા માટે 12 ઓવર સુધી રાહ જોવી પડી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સેઈફર્ટ અને વિલ યંગે ભારતીય બોલરો સામે શાનદાર બેટિંગ કરી હતી.આખરે 12મી ઓવરના છેલ્લા બોલ પર ગુરનૂર બ્રારે સીફર્ટને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. ટિમ સેઈફર્ટ તે સમયે 58 રન બનાવીને રમી રહ્યો હતો.
144ની ઝડપે આવેલા બોલે સીફર્ટને ફસાવ્યો
ગુરનૂર બ્રારે 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શોર્ટ બોલ ફેંક્યો હતો. સીફર્ટે આ બોલ પર પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલની ઝડપ અને ઉછાળને કારણે તે યોગ્ય રીતે શોટ રમી શક્યો નહોતો.બોલ બેટના ઉપરના ભાગે વાગીને હવામાં ઊંચો ગયો હતો. વિકેટકીપર ઈશાન કિશને પાછળની તરફ ડાબી બાજુ દોડીને શાનદાર કેચ પકડી લીધો હતો. આ રીતે 58 રન બનાવીને રમી રહેલા સીફર્ટની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
https://x.com/Melbourne__82/status/2121077173645902126?a=l6SKSDZcn6VjttP-3vI&s=20
ગુરનૂરે આપ્યો આક્રમક સેન્ડ-ઓફ, વિરાટ વચ્ચે પડ્યો
વિકેટ મળતાં જ ગુરનૂર બ્રારનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણે સીધા સીફર્ટની સામે જઈને આક્રમક અંદાજમાં બૂમો પાડી હતી અને તેને સેન્ડ-ઓફ આપ્યો હતો.આ ઘટનાને કારણે બંને ખેલાડીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ તરત જ દરમિયાનગીરી કરી હતી. તેણે ગુરનૂરને પકડીને સીફર્ટથી દૂર કર્યો હતો.મેદાન પર હાજર અમ્પાયર ક્રિસ બ્રાઉને પણ તરત જ ગુરનૂર સાથે વાત કરી હતી અને તેને સંયમ રાખવાની સલાહ આપી હતી.
ગુરનૂર બ્રાર સામે થઈ શકે છે કાર્યવાહી?
ગુરનૂર બ્રારનું આ આક્રમક સેલિબ્રેશન હવે તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ક્રિકેટના મેદાન પર વિરોધી ખેલાડીને ઉશ્કેરતા સેલિબ્રેશનને લઈને ICCની આચારસંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.મેચ રેફરી આ ઘટનાની નોંધ લે તો ગુરનૂરને ચેતવણી, ડિમેરિટ પોઇન્ટ અથવા નિયમો મુજબ અન્ય સજા થઈ શકે છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાની પુષ્ટિ નથી.
આ પણ વાંચો - IND vs NZ 4th ODI : રોહિત-ઈશાનની મોટી ભૂલ, એક જ ઓવરમાં બે કેચ છોડતાં મચ્યો હાહાકાર!