ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી વનડેમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગે ચાહકોને નિરાશ કર્યા છે. માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓએ એક જ ઓવરમાં સતત બે બોલ પર બે કેચ છોડ્યા હતા. ખાસ વાત એ છે કે આ બંને કેચ રોહિત શર્મા અને ઈશાન કિશનથી છૂટ્યા હતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગે મળેલા આ બંને જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને શાનદાર અડધી સદી ફટકારી હતી.
વિલ યંગને મળ્યાં સતત બે જીવનદાન
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની બીજી ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ કેચ છોડવાની ભૂલ કરી હતી. તે સમયે વિલ યંગ માત્ર 5 રન બનાવીને રમી રહ્યો હતો. તેને એક નહીં પરંતુ સતત બે બોલ પર જીવનદાન મળ્યું હતું.આ પછી વિલ યંગે પોતાની બેટિંગની ગતિ વધારી હતી. તેણે ભારતીય બોલરો સામે આક્રમક શોટ રમ્યા અને રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેણે માત્ર 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.જો ભારતીય ખેલાડીઓએ આ બંને કેચ પકડી લીધા હોત તો ન્યૂઝીલેન્ડની શરૂઆતમાં જ મોટો ફટકો પડી શક્યો હોત.
આકિબ નબીની ઓવરમાં રોહિત અને ઈશાનથી થઈ ભૂલ
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની બીજી ઓવર આકિબ નબી નાખી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર વિલ યંગના બેટની કિનારી વાગીને બોલ સ્લિપમાં ઊભેલા રોહિત શર્મા તરફ ગયો હતો.બોલ સારી ઊંચાઈએ હતો અને રોહિત પાસે કેચ પકડવાની સારી તક હતી, પરંતુ બોલ તેમના હાથમાંથી છટકી ગયો હતો. આ રીતે વિલ યંગને પહેલું જીવનદાન મળ્યું હતું.ત્યારબાદના જ બોલ પર ફરી વિલ યંગના બેટની કિનારી વાગી હતી. આ વખતે બોલ સ્લિપ અને વિકેટકીપર વચ્ચે જતો હતો. વિકેટકીપર ઈશાન કિશને ડાઇવ લગાવીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સફળ થઈ શક્યો નહોતો.આ રીતે ભારતે માત્ર બે બોલમાં વિલ યંગના બે આસાન કેચ છોડ્યા હતા.
https://x.com/SonySportsNetwk/status/2121076658275062132?a=bZvPTAC8LiWynbnGRwc&s=20
શરૂઆતની મેચોમાં શાનદાર હતી ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ
આ શ્રેણીની શરૂઆતની બે મેચોમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ સારી રહી હતી. ખેલાડીઓએ શાનદાર કેચ પકડવાની સાથે મેદાન પર ચપળતા પણ બતાવી હતી.જોકે, ચોથી વનડેમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગમાં મોટી ખામીઓ જોવા મળી હતી. એક જ ઓવરમાં બે કેચ છોડવાથી ભારતીય બોલરો પર દબાણ વધ્યું હતું અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને તેનો ફાયદો મળ્યો હતો.
બંને ટીમોની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર
ચોથી વનડેમાં ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે. તેણે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.આ મેચ માટે ભારતે પોતાની પ્લેઇંગ-11માં 3 ફેરફાર કર્યા હતા. શુભમન ગિલ, કેએલ રાહુલ અને અંશુલ કંબોજ આ મેચમાં રમ્યા નહોતા. તેમના સ્થાને ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને તક મળી હતી.બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમે પણ પોતાની પ્લેઇંગ-11માં એકસાથે 6 ફેરફાર કર્યા હતા. હવે ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને વહેલી તકે આઉટ કરવાનો હતો.
આ પણ વાંચો - Rohit Sharma : 12 વર્ષ પછી પણ અતૂટ છે ‘હિટમેન’નો મહા-રેકોર્ડ! 4 રને કેચ છૂટવો શ્રીલંકાને ભારે પડ્યો