હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વ્હાઈટ-બોલ સિરીઝનો ભાગ નથી. આ દરમિયાન હાર્દિકનો એક ડાઈ હાર્ડ ફેન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને 12 દિવસમાં ઓડિશાથી લગભગ 2,000 કિલોમીટર સાયકલ ચલાવી છે. હાર્દિકને મળવા માટે ફેને આ લાંબી મુસાફરી કરી હતી. 

દીપક કુમાર નામના ફેન ઈન્સ્ટાગ્રામ પર પોતાની સફરના વીડિયો શેર કર્યા. શરૂઆતમાં દીપકે સમજાવ્યું કે તે ક્યારેય તેના આઈડલ હાર્દિક પંડ્યાને મળી શકશે કે નહીં તેની ખાતરી નથી. પરંતુ ભારતીય ઓલરાઉન્ડર, વિશાળ દિલ સાથે માત્ર દીપકને જ મળ્યો નહીં પણ તેને રીટર્ન ગિફ્ટ પણ આપી. 

માહિકા શર્માએ કર્યું મીટિંગનું આયોજન

હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ દીપક કુમારના એક વીડિયો પર કોમેન્ટ કરી અને તેનો પરિચય કરાવવાનું વચન આપ્યું. તેણે લખ્યું છે કે "અમે તમારો પરિચય કરાવીશું. બેંગલુરુ આવો." માહિકાએ પોતાનું વચન પૂરું કર્યું અને દીપકને હાર્દિક સાથે પરિચય કરાવ્યો.

https://www.instagram.com/p/DaInIgXTuQS/

https://www.instagram.com/reels/DaP8kRqT38e/

https://www.instagram.com/reels/DaPX420TF37/

ઘણી લડાઈ પછી દીપક આખરે તેના આદર્શ હાર્દિક પંડ્યાને મળ્યો. તેને સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતના વીડિયો શેર કર્યા. દીપકે હાર્દિકને જગન્નાથની પ્રતિમા ભેટમાં આપી અને પીળી સાલ આપીને તેનું સન્માન કર્યું. 

હાર્દિકે ઘણી રીટર્ન ગિફ્ટ આપી 

દીપકે પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેપ્શન આપ્યું છે કે હાર્દિક તેની પરત ફરવાની વ્યવસ્થા કરી રહ્યો છે. વધુમાં સોશિયલ મીડિયા પર એક દાવો ફરતો થઈ રહ્યો છે કે હાર્દિકે તેને 1.5 લાખ રૂપિયા પણ આપ્યા હતા. વિરાટ કોહલીના નવા લોન્ચ થયેલા શૂઝ પણ ભેટમાં આપ્યા હતા. પરંતુ આ દાવાઓની પુષ્ટિ થઈ નથી. 

સોશિયલ મીડિયા પર દીપકના વીડિયો વાયરલ

હાર્દિક સાથેની મુલાકાતોના વીડિયો શેર કરીને દીપકની સોશિયલ મીડિયા ઓળખ નોંધપાત્ર રીતે વધી છે. હવે તેના ઈન્સ્ટાગ્રામ પર 100,000 થી વધુ ફોલોઅર્સ છે. તેના વીડિયોને ઘણી લાઈક્સ પણ મળી રહી છે. 

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?