Hong Kong Sixes 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.આ ટીમમાં કૃણાલ પંડ્યા,નીતિશ રાણા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.આ ઉપરાંત ટી નટરાજન,રાહુલ તેવટિયા અને રાહુલ ત્રિપાઠી પણ ભારતીય ટીમનો ભાગ બનશે.6 ખેલાડીઓના આ ફોર્મેટમાં ભારત અનુભવી અને આક્રમક ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે.
30 ઓક્ટોબરથી શરૂ થશે ટૂર્નામેન્ટ
Hong Kong Sixes 2026ની શરૂઆત 30 ઓક્ટોબર 2026થી થશે અને ટૂર્નામેન્ટ 1 નવેમ્બર સુધી ચાલશે.આ દરમિયાન તમામ મેચો Tin Kwong Road Recreation Ground અને Mission Road Ground ખાતે રમાશે.ટૂર્નામેન્ટમાં કુલ 12 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે. તેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને હોંગકોંગ જેવી ટીમો સામેલ છે.ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ વચ્ચે રમાશે.
https://x.com/CricketHK/status/2106998782043066454?s=20
ભારતે માત્ર એક વખત જીત્યું છે ટાઇટલ
Hong Kong Sixesમાં ભારતનો રેકોર્ડ ખાસ નોંધપાત્ર રહ્યો છે.ભારતીય ટીમે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું ટાઇટલ માત્ર 1 વખત જીત્યું છે.2005માં રોબિન સિંહની કેપ્ટનશિપમાં ભારતે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ભારત 1992 અને 1996માં ફાઇનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ બંને વખત ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.હવે ભુવનેશ્વર કુમારની આગેવાનીમાં ભારતીય ટીમ 2026માં ફરી એકવાર ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શું છે Hong Kong Sixesના નિયમો?
Hong Kong Sixesનું ફોર્મેટ સામાન્ય ક્રિકેટ કરતાં ઘણું અલગ છે.આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમમાં માત્ર 6 ખેલાડીઓ હોય છે અને દરેક ઇનિંગ્સ માત્ર 6 ઓવરની હોય છે.વિકેટકીપર સિવાય ટીમના બાકીના 5 ખેલાડીઓ બોલિંગ કરે છે.એક ખેલાડી વધુમાં વધુ 2 ઓવર બોલિંગ કરી શકે છે,પરંતુ તે સતત 2 ઓવર ફેંકી શકતો નથી. બાકીના 4 ખેલાડીઓ 1-1 ઓવર બોલિંગ કરે છે.બેટિંગમાં પણ ખાસ નિયમ છે.જો કોઈ બેટ્સમેન 50 રન પૂરા કરે,તો તેને રિટાયર થવું પડે છે.જોકે,ટીમને જરૂર પડે તો તે પછી ફરી બેટિંગ માટે આવી શકે છે.આ માટે નીચલા ક્રમના કોઈ બેટ્સમેનનું આઉટ થવું અથવા રિટાયર થવું જરૂરી છે.જો ટીમની 5 વિકેટ પડી જાય,તો છેલ્લો બેટ્સમેન એકલો જ બેટિંગ ચાલુ રાખે છે.
વાઇડ અને નો-બોલના પણ અલગ નિયમ
આ ફોર્મેટમાં વાઇડ અને નો-બોલ પર વધારાનો રન મળે છે. જોકે, નો-બોલ પર ફ્રી હિટ આપવામાં આવતી નથી.ઝડપી ફોર્મેટ હોવાને કારણે એક મેચ સામાન્ય રીતે લગભગ 45 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે.
આ પણ વાંચો - ICC ની મોટી કાર્યવાહી,સ્લો ઓવર રેટ મામલે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ફટકાર્યો દંડ