ઓવલ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને હરાવ્યું.જો રૂટના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ સામે ન્યૂઝીલેન્ડે 253 રનના મોટા માર્જિનથી મેચ જીતી લીધી.આ કારમી હાર બાદ,ઇંગ્લેન્ડને તેની મેચ ફીનો અડધો દંડ ફટકારવામાં આવ્યો.વધુમાં તેઓએ 12 પોઇન્ટ પણ ગુમાવ્યા,જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં તેમના રેન્કિંગ પર અસર પડી.
ઇંગ્લેન્ડના દંડ અને 12 પોઇન્ટ ગુમાવવાનું કારણ શું છે?
શું ન્યૂઝીલેન્ડ સામેની હાર ઇંગ્લેન્ડની મેચ ફી કાપવા અને 12 પોઇન્ટ ગુમાવવા માટે જવાબદાર છે? ના.તેના બદલે આ પાછળનું કારણ ઇંગ્લેન્ડનો ધીમો ઓવર રેટ છે.ઇંગ્લેન્ડે જરૂરી સમય કરતાં 12 ઓવર ઓછી ફેંકી,જેના પરિણામે WTC 2026-27 ચક્રમાં 12 પોઇન્ટ ગુમાવ્યા.
ઇંગ્લેન્ડ પર 12 પોઇન્ટ ગુમાવવાની શું અસર પડી?
હવે ચાલો જાણીએ કે 12 પોઇન્ટ કાપવાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડના સ્થાન પર શું અસર પડી છે.આ ઘટાડા પછી ઇંગ્લેન્ડના હવે WTC પોઈન્ટ ટેબલમાં ફક્ત 38 પોઈન્ટ છે અને તે સાતમા ક્રમે છે.વધુમાં તેમના પોઈન્ટ ટકાવારી 34.72 થી ઘટીને 26.38 થઈ ગઈ છે.
ઇંગ્લેન્ડને કોણે સજા આપી?
ઓવલ ટેસ્ટમાં ધીમા ઓવર-રેટ માટે ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા ઇંગ્લેન્ડને સજા ફટકારવામાં આવી હતી.ઓન-ફિલ્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને નીતિન મેનન,થર્ડ અમ્પાયર રોડ ટકર અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડે મેચ રેફરીને ધીમા ઓવર-રેટ અંગે ફરિયાદ કરી હતી.ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓવલ ટેસ્ટમાં મેચ રેફરીને પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ મામલે હવે કોઈ સુનાવણી થશે નહીં.
ઓવલ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને હરાવ્યું
ઓવલ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 253 રનથી હરાવ્યું.ન્યૂઝીલેન્ડે ઓવલ ટેસ્ટ જીતવા માટે ઇંગ્લેન્ડને 463 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો,પરંતુ તેઓ પીછો કરવામાં ફક્ત 209 રન જ બનાવી શક્યા.ઓવલ ખાતે રમાયેલી સીરિઝની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીને હીરો જાહેર કરવામાં આવ્યો હતો,જેમાં તેણે 11 વિકેટ લીધી હતી.તેણે પહેલી ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી.
આ પણ વાંચો - Virat Kohli ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરશે? વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો