ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મહિલા T20 વર્લ્ડ કપ 2026ના પોતાના ત્રીજા મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો.દક્ષિણ આફ્રિકાએ માન્ચેસ્ટરમાં ભારતીય મહિલા ટીમને 6 વિકેટથી હરાવી.આ હાર બાદ હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ટીમ ઈન્ડિયા મહિલા T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?ટીમ ઈન્ડિયા મહિલા T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ 1માં છે.જેમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.ગ્રુપમાંથી ફક્ત ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.પરિણામે દક્ષિણ આફ્રિકા સામેની હારથી હરમનપ્રીત કૌર ચિંતા વધી ગઈ છે.


પોઈન્ટ ટેબલમાં ભારત દક્ષિણ આફ્રિકાથી આગળ 

અત્યાર સુધી ત્રણ મેચ રમ્યા પછી, ભારતીય મહિલા ટીમ ગ્રુપ 1 માં ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે છે. ભારતે ત્રણમાંથી બે મેચ જીતી છે અને ચાર પોઈન્ટ છે, જ્યારે રન રેટ 2.511 છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયા તેની ત્રણેય મેચ જીતીને ટોચ પર છે. દક્ષિણ આફ્રિકા, ભારત સામે જીતવા છતાં, ત્રીજા સ્થાને છે. તેણે ત્રણમાંથી બે મેચ જીતીને 4 પોઈન્ટ અને માઈનસ (-0.546) નો રન રેટ મેળવ્યો છે.

શું ટીમ ઈન્ડિયા  સેમિફાઈનલમાં પહોંચશે

હાલ માટે, પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં પહોંચવું સરળ લાગે છે. જોકે, આવું નથી, કારણ કે આગળનો રસ્તો દક્ષિણ આફ્રિકા માટે એટલો જ સરળ લાગે છે જેટલો ટીમ ઈન્ડિયા માટે છે. જ્યારે દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે તેની છેલ્લી બે મેચ રમવાની છે, ત્યારે ભારતને બાંગ્લાદેશ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ મજબૂત પડકારનો સામનો કરવો પડશે.

સેમિફાઈનલ માટે ભારતનું સમીકરણ

અર્થ સ્પષ્ટ છે: સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા બંનેને હરાવવા પડશે. જો આવું ન થાય, તો ભારતે પ્રાર્થના કરવી પડશે કે તેઓ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ અથવા બાંગ્લાદેશ સામે પણ હારી જાય. જો આવું થાય, તો ભારત પાસે વધુ સારા રન રેટના આધારે આગળ વધવાની વધુ સારી તક હશે.

નેટ રન રેટ કેમ જાળવવો મહત્વપૂર્ણ છે?

પરંતુ જો દક્ષિણ આફ્રિકા તેની આગામી બે મેચ જીતી જાય અને ભારત બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવે, તો ત્રણ ટીમો - ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સમાન પોઈન્ટ મેળવી શકે છે, અને તે કિસ્સામાં, અંતિમ બે ટીમો નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે. તેથી, આગામી મેચોમાં, માત્ર જીત જ નહીં પરંતુ રન રેટ પણ મહત્વપૂર્ણ છે, જેમાં દક્ષિણ આફ્રિકા હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારતથી ઘણું પાછળ છે.

આ પણ વાંચો - Harmanpreet Kaurએ સાઉથ આફ્રિકા સામેની હાર બાદ વ્યક્ત કર્યો ગુસ્સો

  • Follow us on: