મહિલા ક્રિકેટમાં યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા માટે ફરી એકવાર મોટું આંતરરાષ્ટ્રીય મંચ મળવા જઈ રહ્યું છે.ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.આગામી વર્ષે યોજાનારી આ સ્પર્ધાની સંયુક્ત યજમાની બાંગ્લાદેશ અને નેપાળ કરશે.ટૂર્નામેન્ટની શરૂઆત 21 જાન્યુઆરીથી થશે અને ફાઇનલ મુકાબલો 6 ફેબ્રુઆરીએ રમાશે.આ સ્પર્ધામાં કુલ 16 ટીમો ભાગ લેશે અને ખિતાબ માટે 41 મેચ રમાશે.વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ સામે કરશે.આ ટૂર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ હશે.તેની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી.

16 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી

ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 16 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 4 ટીમો રહેશે. ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  • ગ્રુપ A:ભારત, આયર્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને નેપાળ.
  • ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆ.
  • ગ્રુપ C:ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઇજીરિયા અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE.
  • ગ્રુપ D: ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અમેરિકા અને સ્કોટલેન્ડ.

https://x.com/T20WorldCup/status/2112804201000837534?s=20

ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે?

ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆત 21 જાન્યુઆરીએ થશે. પ્રથમ દિવસે 4 મેચ રમાશે, જેમાં 8 ટીમો મેદાનમાં ઉતરશે. યજમાન બાંગ્લાદેશ પોતાની પ્રથમ મેચ UAE સામે રમશે.ભારતીય ટીમ 22 જાન્યુઆરીએ વેસ્ટ ઇન્ડિઝ સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે જ દિવસે નેપાળની ટીમ આયર્લેન્ડ સામે રમશે.વર્તમાન ચેમ્પિયન ભારત આ વખતે પણ ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, યુવા ખેલાડીઓની આ સ્પર્ધામાં દરેક ટીમ માટે ગ્રુપ સ્ટેજથી જ સારું પ્રદર્શન કરવું મહત્ત્વપૂર્ણ રહેશે.

https://x.com/ICC/status/2112788301287731406?s=20

4 મેદાનો પર રમાશે તમામ મેચ

આ ટૂર્નામેન્ટની મેચો બાંગ્લાદેશ અને નેપાળના કુલ 4 મેદાનો પર યોજાશે.બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમ અને સિલહટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ રમાશે.નેપાળમાં કાઠમંડુનાTU આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને અપર મુલપાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન પર મુકાબલાઓનું આયોજન કરવામાં આવશે.આ રીતે બંને યજમાન દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરની યુવા મહિલા ક્રિકેટ સ્પર્ધાની યજમાની કરવાની તક મળશે.

6 ફેબ્રુઆરીએ નક્કી થશે વિશ્વવિજેતા

ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજના મુકાબલા 26 જાન્યુઆરી સુધી રમાશે. ત્યારબાદ આગળના તબક્કામાં પહોંચનારી ટીમો સુપર સિક્સમાં પ્રવેશ કરશે.આ તબક્કામાં ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.સુપર સિક્સના બંને ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. સેમિફાઇનલ મુકાબલા 4 ફેબ્રુઆરીએ ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાના છે. જરૂર પડે તો 5 ફેબ્રુઆરી રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે 7 ફેબ્રુઆરી રિઝર્વ ડે રહેશે. હવે ક્રિકેટ ચાહકોની નજર ભારતીય યુવા ટીમ પર રહેશે, જે પોતાના ખિતાબનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો - Hardik pandyaની વાપસી પર સસ્પેન્સ! 3 સીરિઝ ચૂકી શકે છે, હવે IPL 2027 પર નજર