ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ICCની તાજી રેન્કિંગમાંથી સારા સમાચાર સામે આવ્યા છે.ઝિમ્બાબ્વે સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય બોલરોને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.નંદિની શર્મા અને ક્રાંતિ ગૌડે રેન્કિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.બીજી તરફ, શ્રીચરણી અને દીપ્તિ શર્માએ બોલરોની યાદીમાં પ્રથમ 2 સ્થાન પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે.ભારતે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ઘરઆંગણાની T20 શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી છે.રાયપુરમાં રમાયેલી આ મેચોમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની અસર હવે ICCની તાજી રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે.

નંદિની શર્માની 26 સ્થાનની છલાંગ

ઝિમ્બાબ્વે સામેની શરૂઆતની 2 મેચમાં નંદિની શર્માએ બોલિંગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.તે અત્યાર સુધી શ્રેણીમાં 3 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારી બોલરોમાં સામેલ છે.આ પ્રદર્શનના આધારે તેણે T20 આંતરરાષ્ટ્રીય બોલરોની રેન્કિંગમાં 26 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે 45મા ક્રમે પહોંચી છે.ભારતીય ટીમની બીજી બોલર ક્રાંતિ ગૌડને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 9 સ્થાન આગળ વધીને 43મા ક્રમે પહોંચી ગઈ છે. બંને ખેલાડીઓના પ્રદર્શને ભારતીય બોલિંગ આક્રમણની મજબૂતી દર્શાવી છે.

શ્રીચરણી અને દીપ્તિ શર્માનું ટોચનાં સ્થાનો પર રાજ

ભારતીય ચાહકો માટે સૌથી સારા સમાચાર એ છે કે શ્રીચરણી અને દીપ્તિ શર્માએ T20 આંતરરાષ્ટ્રીય બોલરોની રેન્કિંગમાં પોતાનાં ટોચનાં સ્થાન જાળવી રાખ્યાં છે. શ્રીચરણી પ્રથમ અને દીપ્તિ શર્મા બીજા ક્રમે યથાવત છે.ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય બોલરોએ સચોટ બોલિંગ કરીને વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું છે. આ પ્રદર્શન ભારતીય મહિલા ક્રિકેટની વધતી તાકાત દર્શાવે છે.

https://x.com/ICC/status/2112454948781007112?s=20

ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓને પણ રેન્કિંગમાં ફાયદો

ICCની તાજી રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની કેટલીક ખેલાડીઓએ પણ પ્રગતિ કરી છે.ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટ્રાન્સ-તાસ્માન T20 શ્રેણીની પ્રથમ મેચ બાદ એનાબેલ સધરલેન્ડ એક સ્થાન આગળ વધીને આઠમા ક્રમે પહોંચી છે.ઓસ્ટ્રેલિયાની બેથ મૂની T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ખેલાડી તરીકે યથાવત છે.

વનડે રેન્કિંગમાં મેગન શટ અને એલિસ પેરીને ફાયદો

વનડે રેન્કિંગમાં પણ ઓસ્ટ્રેલિયાની અનુભવી ખેલાડીઓએ પ્રગતિ કરી છે.બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી પૂરી થયા બાદ ઝડપી બોલર મેગન શટ એક સ્થાન આગળ વધીને બોલરોની યાદીમાં ચોથા ક્રમે પહોંચી છે.એલિસ પેરીને બેટિંગ અને ઓલરાઉન્ડર બંને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે વનડે બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન આગળ વધીને નવમા ક્રમે પહોંચી છે.જ્યારે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 14 સ્થાનની છલાંગ લગાવીને 25મા ક્રમે પહોંચી છે.ભારતીય મહિલા ટીમ માટે આ રેન્કિંગ સુધારો ઉત્સાહ વધારનારો છે. હવે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહે છે અને તેનો રેન્કિંગ પર શું પ્રભાવ પડે છે, તેના પર ચાહકોની નજર રહેશે.

આ પણ  વાંચો - Ranji Trophyમાં ઓસ્ટ્રેલિયન અમ્પાયરની એન્ટ્રી! કોણ છે બેન ટ્રેલોર?