પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને તેમના પિતાના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે ૧,૧૦૦ દિવસથી જેલમાં રહેલા ઇમરાન ખાનની દૃષ્ટિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ તેમના પરિવારને તેમને મળવા કે તેમની તબીબી સ્થિતિ વિશે માહિતી મેળવવાની મંજૂરી નથી.કાસિમે પાકિસ્તાન સરકાર અને લશ્કરી સંસ્થા પર આકરા પ્રહારો કર્યા,આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની અપીલ કરી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ભાવુક પોસ્ટ કરી 

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટમાં તેમના પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાન લગભગ 1100 દિવસથી જેલમાં છે, અને માર્ચથી તેમણે તેમના પિતાનો અવાજ સાંભળ્યો નથી. કાસિમે લખ્યું, ઘણા મહિનાઓથી, અમને તેમની સાથે વાત કરવા કે મળવાની મંજૂરી નથી. અમને ખબર પણ નથી કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં. તેમની દૃષ્ટિ સતત બગડતી રહી છે, અને તેમને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.

મોટો ભાઈ યુકેમાં રહે છે

26 વર્ષીય કાસિમ અને તેનો મોટો ભાઈ સુલેમાન ખાન યુકેમાં રહે છે. તેમણે કહ્યું કે તેઓ ફક્ત તેમના પિતાના રાજકીય હિતોની જ ચિંતા કરતા નથી, પરંતુ એક પુત્ર તરીકે પણ તેમને ખૂબ યાદ કરે છે. તેમણે લખ્યું, "હું ઈચ્છું છું કે હું તેમની સાથે ક્રિકેટ, પુસ્તકો અને ફિલ્મો જેવી સરળ બાબતો વિશે વાત કરી શકું. પાકિસ્તાનના લોકો તેમના ચૂંટાયેલા નેતાને મુક્ત જોવા માંગે છે, પરંતુ મને મારા પિતા પહેલા કરતાં વધુ યાદ આવે છે. કાસિમે પાકિસ્તાનની વર્તમાન વ્યવસ્થાની પણ ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે લશ્કરી સમર્થિત સરકાર લોકશાહી સંસ્થાઓને નબળી બનાવી રહી છે, રાજકીય વિરોધને દબાવી રહી છે અને લોકોને તેમના નેતાઓ પસંદ કરવાના અધિકારથી વંચિત રાખી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મુદ્દા પર ચૂપ ન રહેવાની અપીલ કરી.

ઈમરાન ખાન જેલમાં કેમ છે?

તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવ્યા બાદ 73 વર્ષીય ઈમરાન ખાનની 5ઓગસ્ટ, 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમની સામે અન્ય ઘણા કેસોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને તેમને રાવલપિંડીની આદિયાલા જેલમાં સતત અટકાયતમાં રાખવામાં આવ્યા છે. હાલમાં તેઓ એકાંત કેદમાં છે.

આ પણ  વાંચો - IPL Trade: LSG એ CSKને આપી મોટી ઓફર, લખનઉની નજર આ ખેલાડી પર!