ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સીરિઝની પહેલી મેચ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાશે.આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે.બંને બેટ્સમેન આ મેચમાં 3000 ODI રન પૂરા કરી શકે છે અને આમ કરનાર સૌથી ઝડપી ભારતીય બની શકે છે.બંને પાસે શિખર ધવનનો રેકોર્ડ તોડવાની તક હશે.
ઐયર અને ગિલ શિખર ધવનનો રેકોર્ડ તોડી શકે છે
શિખર ધવન ભારત માટે સૌથી ઝડપી 3000 ODI રનનો રેકોર્ડ ધરાવે છે.તેણે આ રેકોર્ડ 72 ઇનિંગ્સમાં હાંસલ કર્યો હતો.ભારત માટે ઓપનિંગ કરનાર ગિલે અત્યાર સુધીમાં 61 ODI ઇનિંગ્સમાં 2953 રન બનાવ્યા છે.દરમિયાન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા ઐયર 70 ઇનિંગ્સમાં 2977 રન બનાવી ચૂક્યા છે.આ મેચમાં બંને પાસે સૌથી ઝડપી 3,000 ODI રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનવાની તક હશે.ગિલને 47 રનની જરૂર છે અને ઐયરને 23 રનની જરૂર છે.
ગિલે અફઘાનિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે.તેણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.તે આ સીરિઝમાં પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.શ્રેયસ ઐયરની વાત કરીએ તો,તે IPL 2026 પછી પહેલી વાર રમશે.ઐયર IPL 2026માં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.પંજાબ કિંગ્સ માટે રમતા તેણે આ સિઝનમાં લગભગ 500 રન બનાવ્યા હતા.ઐયર પણ આ સીરિઝમાં મોટો સ્કોર કરવા માંગશે.
વિરાટ અને હાર્દિક સીરિઝમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને અફઘાનિસ્તાન સામેની ODI સીરિઝ શરૂ થાય તે પહેલાં જ બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે.અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.તેના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.લાંબા વિલંબ પછી હાર્દિકને ભારતની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.જોકે સીરિઝ શરૂ થાય તે પહેલાં જ તેને ઈજા થઈ હતી.જેના કારણે તેને પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો - IND vs AFG 1st ODI : ધર્મશાળામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર, કોણ મારશે બાજી?