ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાશે.આ મુકાબલા પહેલાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનને લઈને ચર્ચા તેજ બની છે.ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે 18 નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની રણનીતિ અંગે મહત્વના સંકેત આપ્યા છે.મોર્કેલના નિવેદન પરથી લાગી રહ્યું છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 4 ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.આ પહેલાં કેપ્ટન શુભમન ગિલે પણ 4 ફાસ્ટ બોલરોને તક આપવાના સંકેત આપ્યા હતા.

જેવી પિચ હશે તેવી ટીમ પસંદ કરાશે

વેલિંગ્ટનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મોર્ને મોર્કેલે જણાવ્યું હતું કે પ્લેઇંગ ઇલેવન નક્કી કરતાં પહેલાં ટીમ મેનેજમેન્ટ પિચનું નિરીક્ષણ કરશે.પિચનો મિજાજ સમજ્યા બાદ જ અંતિમ ટીમ પસંદ કરવામાં આવશે.જોકે, મોર્કેલે 4 ઝડપી બોલરો સાથે રમવાની સંભાવનાને નકારી નથી.તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.મોર્કેલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ટીમમાં પસંદ કરવામાં આવતા દરેક બોલરમાં 20 વિકેટ લેવાની ક્ષમતા હોવી જોઈએ.ટેસ્ટ મેચ જીતવા માટે વિરોધી ટીમની તમામ 20 વિકેટ લેવી જરૂરી છે.

બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી?

જો ભારત 4 ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરે છે તો જસપ્રીત બુમરાહની વાપસીની શક્યતા વધી શકે છે.બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક મળી શકે છે.હવે ચોથા બોલર તરીકે સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરને તક મળશે કે પછી બોલિંગ ઓલરાઉન્ડરને સામેલ કરવામાં આવશે તે જોવાનું રહેશે.ભારતીય ટીમ નાથન સ્મિથની જેમ એક બોલિંગ ઓલરાઉન્ડર સાથે રમવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પણ પોતાની ટીમમાં 3 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને 1 બોલિંગ ઓલરાઉન્ડર રાખવાના સંકેત આપ્યા છે.

https://x.com/Manzurshaban123/status/2122875085224841334?a=3Wo2RxhEdIuh12iAh90&s=20

7 બેટ્સમેનો સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા?

કેપ્ટન શુભમન ગિલે અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં 7 બેટ્સમેનો સાથે રમવાના સંકેત આપ્યા હતા.આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ મેચ રમવા માટે ફિટ હોવાના સંકેત મળ્યા છે.જો આ યોજના અમલમાં આવે તો શુભમન ગિલ,યશસ્વી જાયસ્વાલ,દેવદત્ત પડિકલ,કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓ બેટિંગ લાઇનઅપમાં જોવા મળી શકે છે.સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું સ્થાન પણ મહત્વનું રહેશે.હવે સવાલ એ છે કે ભારત બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરશે કે પછી એક ઓલરાઉન્ડરની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપશે.

પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન પર રહેશે નજર

વેલિંગ્ટનની પિચને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ પોતાની રણનીતિ નક્કી કરશે. જો પિચ ઝડપી બોલરોને મદદરૂપ હશે તો 4 પેસર સાથે રમવાનો વિકલ્પ પસંદ થઈ શકે છે. બીજી તરફ બેટિંગને વધુ મજબૂત બનાવવી હોય તો વધારાના બેટ્સમેનને પણ તક મળી શકે છે.હવે 19 નવેમ્બરે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલ કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે તેના પર તમામ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

આ પણ વાંચો- Team India Test Record : વેલિંગ્ટનમાં ભારતની કસોટી! 8 ટેસ્ટમાં 5 હાર, હવે શુભમન ગિલ સામે મોટો પડકાર