ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝમાં અત્યાર સુધી ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર બોલિંગના જોરે શરૂઆતની બંને મેચ જીતીને સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. જોકે, આ સીરિઝમાં ક્રિકેટ કરતાં ન્યૂઝીલેન્ડનું હવામાન વધારે ચર્ચામાં રહ્યું છે. ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં રમાયેલી બંને મેચમાં વરસાદને કારણે ચાહકોને સંપૂર્ણ રમતનો આનંદ માણવા મળ્યો નહોતો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાવાની છે. પરંતુ આ મેચ પહેલાં હવામાનની આગવીએ ફરી ચિંતા વધારી છે.
હેમિલ્ટનમાં આખો દિવસ વરસાદની આગાહી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી વનડે મંગળવાર, 10 નવેમ્બરે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાશે. આ એ જ મેદાન છે, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરિઝની મેચ પણ રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે વનડેમાં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખીને સીરિઝમાં ક્લીન સ્વીપ તરફ આગળ વધવા માગશે.પરંતુ મેચ પહેલાં હવામાનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાનની આગાહી કરતી વેબસાઇટ AccuWeather અનુસાર, મંગળવારે હેમિલ્ટનમાં સવારથી જ વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે, વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદ શરૂ થઈ શકે છે. આ સમયે વરસાદ પડવાની સંભાવના 70 ટકાથી વધારે દર્શાવવામાં આવી છે.
https://x.com/MFarhan1200/status/2119613899087778285?a=uSIfIcdpsvskHUi3B88&s=20
શું ત્રીજી વનડેમાં ટોસ પણ નહીં થાય?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થવાની છે. જોકે, આ સમયે જ હેમિલ્ટનમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો હવામાનની આગાહી સાચી સાબિત થાય તો મેચ સમયસર શરૂ થવી મુશ્કેલ બની શકે છે.વરસાદ સતત ચાલુ રહે તો મેદાન ભીનું હોવાને કારણે ખેલાડીઓ મેદાન પર ઉતરી શકશે નહીં. આવી સ્થિતિમાં મેચનો ટોસ પણ સમયસર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જોકે, હવામાનમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય અને વરસાદ અટકે તો ચાહકોને મેચ જોવા મળી શકે છે.
ભારતને સીરિઝ ગુમાવવાનો કોઈ ડર નહીં
જો વરસાદને કારણે હેમિલ્ટનની ત્રીજી વનડે રદ થાય તો ભારતીય ટીમને મોટો ફાયદો થશે. કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે. આવી સ્થિતિમાં બાકીની મેચોના પરિણામ ગમે તે આવે, ભારત સીરિઝ ગુમાવી શકશે નહીં.ભારતીય ટીમની નજર હવે ત્રીજી મેચ જીતીને સીરિઝમાં 3-0થી અજેય સરસાઈ મેળવવા પર રહેશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે જીત મેળવીને સીરિઝમાં વાપસી કરવા માગશે. જોકે, બંને ટીમોની યોજનામાં વરસાદ ફરી વિઘ્ન બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે હેમિલ્ટનનું હવામાન ક્રિકેટ ચાહકોને સંપૂર્ણ મેચ જોવા દેશે કે પછી ફરી એકવાર વરસાદના કારણે રમત બગડશે.
આ પણ વાંચો - IND VS PAK: અર્જુનની સદી પણ ભારતને ન બચાવી શકી, પાકિસ્તાને અંડર-19 એશિયા કપમાં 3 વિકેટે હરાવ્યું