ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે શ્રેણીની ચોથી મેચમાં બંને ટીમોની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર જોવા મળ્યા છે. માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડે મળીને પોતાની ટીમમાં કુલ 9 ફેરફાર કર્યા છે. ટેસ્ટ શ્રેણીની તૈયારીને ધ્યાનમાં રાખીને બંને ટીમોના કેટલાક ખેલાડીઓને વનડે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમમાં 3 મોટા ફેરફાર
ચોથી વનડે માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ-11માં 3 ફેરફાર કર્યા છે. ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને આ વનડે શ્રેણીમાં પહેલી વખત રમવાની તક મળી છે.શુભમન ગિલના સ્થાને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના સ્થાને ઈશાન કિશનને તક આપવામાં આવી છે.આ ઉપરાંત ઝડપી બોલર અંશુલ કંબોજના સ્થાને અનુભવી સ્પિનર કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની સારી તક છે.
https://x.com/BCCI/status/2121054085810139624?a=B7Y9NrmerBf5dO1fzs0&s=20
ન્યૂઝીલેન્ડે એકસાથે કર્યા 6 ફેરફાર
બીજી તરફ મિચેલ સેન્ટનરના નેતૃત્વ હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમે તો ભારતીય ટીમ કરતાં પણ મોટા ફેરફાર કર્યા છે. કિવી ટીમે પોતાની પ્લેઇંગ-11માં એકસાથે 6 ખેલાડીઓને બદલ્યા છે.ઝીલેન્ડે બેટિંગ ક્રમમાં નિક કેલીને ત્રીજા અને ડીન ફોક્સક્રોફ્ટને ચોથા ક્રમે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત વિસ્ફોટક બેટ્સમેન ફિન એલનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.અન્ય ફેરફારોમાં અનુભવી ઝડપી બોલર મેટ હેનરી, માઇકલ બ્રેસવેલ અને ક્રિસ્ટિયન ક્લાર્કને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે. ટેસ્ટ શ્રેણી પહેલાં ખેલાડીઓને આરામ આપવા અને અન્ય ખેલાડીઓને તક આપવાના હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે.
ચોથી વનડે માટે ભારતની પ્લેઇંગ-11
રોહિત શર્મા,તુરાજ ગાયકવાડ,વિરાટ કોહલી,શ્રેયસ અય્યર (કેપ્ટન),ઈશાન કિશન (વિકેટકીપર),અક્ષર પટેલ,નમન ધીર,આકિબ નબી,કુલદીપ યાદવ,ગુરનૂર બ્રાર,અર્શદીપ સિંહ
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11
ટિમ સીફર્ટ (વિકેટકીપર),વિલ યંગ,નિક કેલી,ડીન ફોક્સક્રોફ્ટ,ફિન એલન,માઇકલ બ્રેસવેલ,મિચેલ સેન્ટનર (કેપ્ટન),ક્રિસ્ટિયન ક્લાર્ક,કાયલ જેમિસન,મેટ હેનરી,મેથ્યુ ફિશર
આ પણ વાંચો - Pat Cummins Usman Khawaja Sandpapergate : 8 વર્ષ જૂના વિવાદે ફરી લગાવી આગ, ખ્વાજા સામે કમિન્સ લાલઘૂમ!