ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝ બાદ ભારતીય ટીમના ત્રણ ઝડપી બોલરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. અર્શદીપ સિંહ,ગુરનૂર બ્રાર અને આકિબ નબી વનડે સીરિઝ પૂરી થયા બાદ પણ ન્યૂઝીલેન્ડમાં જ રોકાશે.આ ત્રણેય ખેલાડીઓ ટેસ્ટ ટીમનો ભાગ નથી,તેમ છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ તેમને ન્યૂઝીલેન્ડમાં રોકવાનો નિર્ણય લીધો છે.હવે સવાલ એ થાય છે કે આ ત્રણેય ખેલાડીઓ ત્યાં શું કરશે અને BCCIનો આ નિર્ણય પાછળનો હેતુ શું છે?

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચનો મોટો ખુલાસો 

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ અંગે ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર,આ ત્રણેય ઝડપી બોલરો ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરિઝની તૈયારીમાં ભારતીય ટીમને મદદ કરશે. વનડે સીરિઝ દરમિયાન ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓનો તેમને સારો અનુભવ મળ્યો છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

https://x.com/CricCrazyJohns/status/2119625397755429023?a=Y3OaVTGLXnhdjZFNjTw&s=20

અર્શદીપ સહિત 3 બોલરો ન્યૂઝીલેન્ડમાં કેમ રોકાશે?

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત અગાઉ જ કરવામાં આવી છે. આ ટીમમાં અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને આકિબ નબીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે, ટેસ્ટ સીરિઝની તૈયારી માટે આ ત્રણેય ઝડપી બોલરો ટીમ સાથે ન્યૂઝીલેન્ડમાં રોકાશે.ત્રીજી વનડે પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સિતાંશુ કોટકે જણાવ્યું હતું કે ચાલુ વનડે સીરિઝ દરમિયાન અહીંની પરિસ્થિતિઓ ટેસ્ટ મેચની તૈયારી માટે ઘણી ઉપયોગી રહી છે. ખાસ કરીને ઝડપી બોલરોને અહીંની પીચ અને વાતાવરણનો સારો અનુભવ મળ્યો છે.આથી અર્શદીપ,ગુરનૂર અને આકિબ ટેસ્ટ સીરિઝની તૈયારીઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બોલરોને કેવી રીતે મળશે ફાયદો?

સિતાંશુ કોટકના જણાવ્યા અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી શરૂઆતની બંને વનડે મેચની પીચ પર ઝડપી બોલરોને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળી હતી. આવી પરિસ્થિતિમાં અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને આકિબ નબીએ સારું પ્રદર્શન કર્યું છે.કોટકે જણાવ્યું કે વનડે મેચોમાંથી ખેલાડીઓને ત્યાંની પીચ અને વાતાવરણનો અંદાજ મળી જાય છે. આ અનુભવનો ઉપયોગ ટેસ્ટ ક્રિકેટની તૈયારીમાં થઈ શકે છે. ખાસ કરીને લાલ બોલથી બોલિંગ કરતી વખતે આ પરિસ્થિતિઓનો અનુભવ ઝડપી બોલરો માટે ઉપયોગી રહેશે.તેમણે એમ પણ જણાવ્યું કે ભારત-Aની 3 મેચ પણ ટેસ્ટ સીરિઝની તૈયારીનો મહત્ત્વપૂર્ણ ભાગ રહી છે. આ મેચોમાં બેટ્સમેનો અને બોલરો બંનેને પોતાની ક્ષમતા ચકાસવાની તક મળી છે.

11 નવેમ્બરથી શરૂ થશે ટેસ્ટ ટીમનો ખાસ કેમ્પ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ખેલાડીઓ 11 નવેમ્બરથી ખાસ તૈયારી કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પમાં ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ માટેની પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે.સિતાંશુ કોટકને આશા છે કે આ કેમ્પથી ટીમને આગામી ટેસ્ટ સીરિઝ માટે સારી રીતે તૈયાર કરવામાં મદદ મળશે.ટીમના કોચિંગ સ્ટાફ અંગે પણ તેમણે માહિતી આપી હતી.મુખ્ય કોચ ગૌતમ ગંભીર વનડે ટીમ સાથે જ રહેશે,જ્યારે બેટિંગ કોચ સિતાંશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ ટેસ્ટ ટીમની તૈયારીઓ માટે વેલિંગ્ટન જશે.આમ, ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળ્યું હોવા છતાં અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને આકિબ નબીને ન્યૂઝીલેન્ડમાં રોકવાનો BCCIનો નિર્ણય ભારતીય ટીમની ટેસ્ટ તૈયારીઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો - IND vs NZ : હેમિલ્ટનમાં બેટ્સમેનોની બોલબાલા કે બોલરોનો કહેર? જાણો પિચનો રિપોર્ટ