ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે અને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં તેનું સૌથી મોટું ઉદાહરણ જોવા મળ્યું હતું. વનડે ક્રિકેટમાં નંબર-1 ભારતીય ટીમની બેટિંગની શરૂઆત એટલી ખરાબ રહી કે પ્રથમ 3 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. મેટ હેનરીએ પ્રથમ જ ઓવરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે જ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.

0 રનમાં ગુમાવી દીધી 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમની શરૂઆત કોઈ ખરાબ સપનાથી ઓછી નહોતી. પ્રથમ ઓવર નાખવા આવેલા મેટ હેનરીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી.તેણે પ્રથમ બોલ પર રોહિત શર્માને આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજા બોલ પર વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. જ્યારે ત્રીજા બેટ્સમેન શ્રેયસ અય્યર પણ પોતાની ઇનિંગ્સમાં એક પણ રન ઉમેરી શક્યા નહોતા.આ રીતે ભારતીય ટીમે એક પણ રન બનાવ્યા વિના પોતાની પ્રથમ 3 વિકેટ ગુમાવી દીધી હતી. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમ સાથે આવું પહેલીવાર બન્યું હતું.

ODI Cricket Records

મેટ હેનરીએ એક જ ઓવરમાં મચાવ્યો તરખાટ

  • મેટ હેનરીએ પોતાની પ્રથમ ઓવરમાં ભારતીય બેટ્સમેનોને અલગ-અલગ રીતે આઉટ કર્યા હતા.
  • રોહિત શર્મા: પ્રથમ બોલ પર વધારાના ઉછાળને કારણે રોહિત શર્મા બેટનો કિનારો આપી બેઠા હતા અને ફિન એલને સ્લિપમાં તેમનો કેચ પકડ્યો હતો.
  • વિરાટ કોહલી: ઓવરના બીજા બોલ પર વિરાટ ક્લીન બોલ્ડ થયા હતા. બોલ ટપ્પો ખાધા બાદ નીચો રહ્યો હતો અને દિશા પણ બદલતાં વિરાટ તેને સમજી શક્યા નહોતા.
  • શ્રેયસ અય્યર: ત્યારબાદના બોલ પર શ્રેયસ અય્યર LBW આઉટ થયા હતા.

વનડે ક્રિકેટમાં પાંચમી વખત બન્યો આવો બનાવ

વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ટીમે 0 રનમાં પ્રથમ 3 વિકેટ ગુમાવી હોય તેવી આ પાંચમી ઘટના હતી. આ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂકી છે.ખાસ વાત એ છે કે પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત કોઈ પણ રન બનાવ્યા વિના પ્રથમ 3 વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો - IPL 2027 પહેલાં RRમાં મોટો ખેલ! ખરાબ પ્રદર્શન કરનારા આ સ્ટાર ખેલાડીઓની થશે છુટ્ટી?