ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ ફાઇનલને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે અને હવે ગોલ્ડ મેડલ માટે તેનો સામનો પાકિસ્તાન સામે થશે. રમતની સાથે હવે મેચ બાદના ‘હેન્ડશેક’ને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચોમાં ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. પરંતુ એશિયન ગેમ્સમાં સ્થિતિ થોડી અલગ છે, કારણ કે અહીં ભારતીય ક્રિકેટ ટીમ ભારતીય ઓલિમ્પિક ટુકડીનો ભાગ છે અને સ્પર્ધા OCAના નિયમો હેઠળ યોજાય છે.
શું એશિયન ગેમ્સમાં હેન્ડશેક ફરજિયાત છે?
OCAના ઉપલબ્ધ નિયમો અને માર્ગદર્શિકાઓમાં મેચ પૂરી થયા બાદ વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવો ફરજિયાત હોવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ જોવા મળતી નથી. જોકે OCA પોતાના ઉદ્દેશોમાં રમતની નિષ્પક્ષતા અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાની વાત કરે છેએટલે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવે કે નહીં, તેને માત્ર ‘હેન્ડશેક ફરજિયાત છે કે નહીં’ એવા એક નિયમથી નક્કી કરી શકાય નહીં. ખેલાડીઓએ OCA, સંબંધિત રમતના નિયમો અને આચારસંહિતાનું પાલન કરવાનું રહે છે
ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ એક જ પોડિયમ પર આવશે?
જો ભારત અને પાકિસ્તાન ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતે છે, તો મેડલ સમારોહમાં બંને ટીમના ખેલાડીઓએ વિજય સમારોહની પ્રક્રિયામાં ભાગ લેવો પડશે.OCAની Asian Games Host City Guidelines મુજબ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે રહેલા ખેલાડીઓ અથવા ટીમોના પ્રતિનિધિઓ મેડલ સમારોહ માટે નિર્ધારિત સ્ટેન્ડ પર સ્થાન લે છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અનુક્રમે આપવામાં આવે છે અને વિજેતા દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.આથી જો ભારત અને પાકિસ્તાન અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીતે, તો બંને ટીમો એક જ મેડલ સેરેમનીમાં હાજર રહેશે
એશિયન ગેમ્સમાં OCAની આચારસંહિતા
OCAના તાજેતરના Safeguarding Code of Conductમાં તમામ માન્યતા પ્રાપ્ત સભ્યો પાસેથી અન્ય લોકો સાથે સન્માનપૂર્ણ અને સમાવેશી વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ નિયમો ખેલાડીઓ, કોચ અને અન્ય અધિકારીઓ પર લાગુ પડે છેઉપરાંત, OCA વિજય સમારોહ દરમિયાન રાજકીય, ધાર્મિક, વંશીય અથવા વ્યાવસાયિક પ્રચારને મંજૂરી આપતું નથી. એટલે મેડલ સેરેમની દરમિયાન ખેલાડીઓએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે
ફાઇનલમાં શું જોવા મળશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલમાં મેચ બાદ ખેલાડીઓ કેવી રીતે એકબીજાને અભિવાદન કરે છે તેના પર ચોક્કસપણે નજર રહેશે. પરંતુ હાલ ઉપલબ્ધ OCA દસ્તાવેજોના આધારે એવું કહેવું યોગ્ય નથી કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવો ફરજિયાત છે અથવા ‘નો હેન્ડશેક’ને લઈને કોઈ ખાસ OCA પ્રતિબંધ છે.
આ પણ વાંચો - ODI World Cup 2027 : ટીમ ઈન્ડિયા ક્યારે અને કઈ ટીમો સામે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ