ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે.આ વખતે ક્રિકેટના આ મહાકુંભનું આયોજન દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયા મળીને કરશે.ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે અને 21 નવેમ્બર 2027ના રોજ ફાઇનલ મુકાબલા સાથે વર્લ્ડ કપનો અંત આવશે.ભારતીય ક્રિકેટ ટીમ પણ આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાન માટે તૈયાર રહેશે. ટીમ ઈન્ડિયા 7 ઓક્ટોબર 2027ના રોજ 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમશે.આ મુકાબલો કેપટાઉનમાં યોજાશે.ત્યારબાદ ભારતીય ટીમની સૌથી વધુ ચર્ચાતી મેચ 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થશે.
ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે
ભારત માટે ODI World Cup 2027ની શરૂઆત જ મોટી ટક્કરથી થશે.7 ઓક્ટોબરે કેપટાઉનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે આવશે.ત્યારબાદ 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો માટે આ મુકાબલો ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંથી એક રહેશે.14 ઓક્ટોબરે ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થશે.આ મેચ ત્શવેનામાં રમાશે.ત્યારબાદ 17 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર A સામે મેદાનમાં ઉતરશે.ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે રમાશે. આ મુકાબલો વિક્ટોરિયા ફોલ્સમાં યોજાશે.
https://x.com/BCCI/status/2105694561704243581?s=20
ભારતની મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ
- 7 ઓક્ટોબર 2027:ભારત vs ઓસ્ટ્રેલિયા — કેપટાઉન
- 10 ઓક્ટોબર 2027:ભારત vs પાકિસ્તાન — જોહાનિસબર્ગ
- 14 ઓક્ટોબર 2027:ભારત vs અફઘાનિસ્તાન — ત્શવેન
- 17 ઓક્ટોબર 2027:ભારત vs ક્વોલિફાયર A — બ્લોમફોન્ટેન
- 24 ઓક્ટોબર 2027:ઝિમ્બાબ્વે vs ભારત — વિક્ટોરિયા ફોલ્સ
ગ્રુપ સ્ટેજ બાદ શું થશે?
વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજ બાદ ટોચની ટીમો સુપર સ્ટેજમાં પ્રવેશ કરશે. ભારત જો ગ્રુપ સ્ટેજમાં ટોચની 3 ટીમોમાં સ્થાન મેળવશે, તો તે આગળના તબક્કામાં પહોંચશે. સુપર સ્ટેજમાં ભારતને વધુ 6 મેચ રમવાની રહેશે.સુપર સ્ટેજ બાદ પોઈન્ટ્સ ટેબલમાં ટોચની 4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. ત્યારબાદ વર્લ્ડ કપની ટ્રોફી માટે નોકઆઉટ મુકાબલા શરૂ થશે.
સેમિફાઇનલ અને ફાઇનલ ક્યારે?
વર્લ્ડ કપ 2027ની પ્રથમ સેમિફાઇનલ 17 નવેમ્બરે કેપટાઉનમાં રમાશે. બીજી સેમિફાઇનલ 18 નવેમ્બરે ત્શવેનામાં યોજાશે. ત્યારબાદ ક્રિકેટ જગતની નજર 21 નવેમ્બર 2027ના રોજ જોહાનિસબર્ગમાં રમાનારી ફાઇનલ પર રહેશે.જો ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પહોંચે છે, તો ચાહકોને ફરી એક વખત વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં ટીમ ઈન્ડિયાની મોટી મેચ જોવા મળશે. જોકે, ભારતને ફાઇનલ સુધી પહોંચવા માટે ગ્રુપ સ્ટેજ અને સુપર સ્ટેજમાં સતત સારો દેખાવ કરવો પડશે.
ODI World Cup 2027: નોકઆઉટ શેડ્યૂલ
17 નવેમ્બર 2027:પ્રથમ સેમિફાઇનલ — કેપટાઉન
18 નવેમ્બર 2027:બીજી સેમિફાઇનલ — ત્શવેન
21 નવેમ્બર 2027:ફાઇનલ — જોહાનિસબર્ગ
આ પણ વાંચો - ICC World Cup 2027: ICC World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મહામુકાબલો